GUJARATMORBIMORBI CITY / TALUKOWANKANER

WAKANER:વાંકાનેર વિદેશી દારૂની ચાર બોટલ સાથે ઈસમ ઝડપાયો 

વાંકાનેર: વિદેશી દારૂની ચાર બોટલ સાથે ઈસમ ઝડપાયો

વાંકાનેર તાલુકા પોલીસ પેટ્રોલિંગમાં હોય ત્યારે જામસર ચોકડી થી ભીમગૂડા તરફ જતા રોડ ઉપરથી અગાઉ ઇંગલિશ દારૂના ગુન્હામાં પકડાયેલ આરોપીને વિદેશી દારૂની ચાર બોટલ સાથે ઝડપાયો હતો. પકડાયેલ આરોપીની પ્રાથમિક પૂછપરછમાં વિદેશી દારૂનો જથ્થો અન્ય આરોપી પાસેથી મેળવ્યો હોય તેનું નામ ખુલતા વર્કાબેર તાલુકા પોલીસે બંને આરોપી વિરુદ્ધ પ્રોહી.હેઠળ ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર વાંકાનેર તાલુકા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન જામસર ચોકડીથી ભીમગૂડા તરફ જતા રોડ ઉપર નેક્શન પેપરમીલ સામે જાહેર રોડ ઉપર પ્લાસ્ટિકના બચકામાં વિદેશી દારૂની ચાર બોટલ સાથે આરોપી મુકેશભાઇ મનસુખભાઇ દંતેસરીયા ઉવ.ર૪ રહે.જામસર તા.વાંકાનેર જી.મોરબીને ઝડપી લેવામાં આવ્યો હતો. વિદેશી દારૂના જથ્થા બાબતે સઘન પૂછપરછમાં આરોપી બળવંતસિંહ ઉર્ફે બળુભા જીલુભા ઝાલા રહે.નાળધ્રી તા.મુળી જી.સુરેન્દ્નગર પાસેથી મેળવ્યાની કબૂલાત આપતા વાંકાનેર તાલુકા પોલીસે વિદેશી દારૂનો જથ્થો કબ્જે લઇ બંને આરોપીઓ વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસની તજવીજ હાથ ધરી છે.

[wptube id="1252022"]
Back to top button