DAHOD

દાહોદમાં તરુણીના પેટમાંથી 400 ગ્રામ વાળનો ગુચ્છો દૂર કરી દેવાયો હતો

તા.૨૧.૦૬.૨૦૨૩

વાત્સલ્યમ સમાચાર

અજય સાંસી દાહોદ

દાહોદમાં તરુણીના પેટમાંથી 400 ગ્રામ વાળનો ગુચ્છો દૂર કરી દેવાયો હતો

દાહોદની હોસ્પિટલમાં એક ૧૧ વર્ષીય તરુણીનું ઓપરેશન કરતા પેટમાંથી ગાંઠ સ્વરૂપે 400 ગ્રામ વાળ નીકાળ્યા હતા

દાહોદ તાલુકાની એક ગામની ૧૧ વર્ષીય તરુણીને છેલ્લા કેટલાક સમયથી પેટના અંદર દુખતું હતું તરુણી દોઢ વર્ષ પહેલા એપેન્ડિક્સનું ઓપરેશન પણ કરેલું હતું પેટમાં દુખાવાની તકલીફ સાથે તેને દાહોદની બરોડા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં લઈને જવામાં આવી હતી તબીબ દ્વારા સીટી સ્કેન એક્સરે જેવી જરૂરિયાત રિપોર્ટસ કરવામાં આવી હતી તરુણીના આંતરડાના ભાગમાં વાળના ગુચ્છા જોવા મળ્યા હતા સાથે જેના જઠરમાં કાણું પણ પડી ગયેલું હતું જેથી હોસ્પિટલના તબીબે ડોક્ટર મધુકર વાઘે ત્રણ કલાકની જહેમત બાદ સફળ ઓપરેશન પાર પાડી તેને જઠરમાંથી વાળનો ગુચ્છો સફળતા પૂર્વક બહાર કાઢ્યો હતો 20 સેમીની સાઈઝ સાથે વાળના ગુચ્છોનું વજન 400 ગ્રામ હોવાનું જણાવ્યું હતું હોસ્પિટલમાં સંચાલકે ડોક્ટર સલીમ શેખ જણાવ્યુ હતું કે વાળ ખાવા એ એક પ્રકારની માનસિક બીમારી છે જેથી તરુણીઓ અને મહિલાઓમાં વધુ જોવા મળે છે આ પ્રકરણમાં તરુણી વાળ ખાતી હોવાની તેના માતા પિતાને જાણ જ ન હતી દુનિયામાં આ બીમારી એક ટકા લોકોમાં જ જોવા મળે છે વાળ ખાવાની ટેવને મેડિકલની ભાષામાં ટ્રાઈકોફીઝિયા કહેવાય છે અને પેટમાં બનેલી વાળની ગાંઠને ટ્રેઈકોબેઝોર કહેવામાં આવે છે

[wptube id="1252022"]
Back to top button