
તા.૯/૪/૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
Rajkot: રાજકોટ જિલ્લાના કોટડાસાંગાણી તાલુકાના શાપર (વેરાવળ) મુકામે શાપર તળાવની પાછળ કર્મેશ્વરની બાજુમાં રામદેવપીરના સવરા મંડપ કરવામાં આવશે. આ કાર્યક્રમમાં તા. ૧૬ એપ્રિલ એ સાંજે ૪ કલાકે સંતોના સામૈયા, સાંજે ૬ કલાકે ધર્મસભા અને મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે. તેમજ સાંજે ૪ વાગ્યાથી સાંજે ૬ વાગ્યા દરમિયાન સરકારી શાળાથી તુલસી વન સુધી શોભાયાત્રા, સાંજે ૫ વાગ્યાથી રાત્રે ૧૧ વાગ્યા સુધી રક્તદાન કેમ્પ અને રાત્રે ૯ વાગ્યાથી સંતવાણી યોજાશે. તા. ૧૭ એપ્રિલ એ વ્હેલી સવારે સ્થંભ રોપણ કરાશે. આ તકે અતિથિ તરીકે મંત્રીશ્રી ભાનુબેન બાબરીયા, સાંસદશ્રી રમેશભાઈ ધડુક અને ધારાસભ્યશ્રી રમેશભાઈ ટીલાળા સહિતના અગ્રણીઓ અને સંતો ઉપસ્થિત રહેશે.

[wptube id="1252022"]








