HALOLPANCHMAHAL

હાલોલ:ઉડાન જનવિકાસ સંસ્થા દ્વારા પંચમહાલ જિલ્લામાં ચાલતા સપોર્ટ સેન્ટરને લઈને ૨૬ સ્વૈચ્છિક એજ્યુકેટર ની તાલીમ યોજાઈ

તા.૧૯.માર્ચ

વાત્સલ્યમ સમાચાર

કાદીર દાઢી.હાલોલ

ઉડાન જનવિકાસ સંસ્થા દ્વારા અંતરિયાળ વિસ્તારોની સરકારી પ્રાથમિક શાળાઓમાં શિક્ષણના સ્તરમાં વધારો થાય અને વાલીઓ શિક્ષણ પ્રત્યે જાગૃત થાય તે માટે સ્થાનિક વોલેન્ટિયર ના માધ્યમથી કાર્ય થઈ રહ્યું છે.જેમાંના પસંદ કરેલા ગામોમાં સ્વૈચ્છિક એજ્યુકેશન લીડર દ્વારા પોતાના ગામમાં ૧ થી ૫ ના બાળકો માટે વાંચન, ગણન, લેખન ને લઈને કાર્ય થઈ રહ્યું છે.જેને લઇ હાલોલ તાલુકા પંચાયત ખાતે ઉડાન જનવિકાસ દ્વારા હાલોલ, કાલોલ, ઘોઘમ્બા,જાંબુઘોડા, ગોધરા અને બોડેલીના નક્કી કરેલા ગામોમાં સ્થાનિક એજ્યુકેટર દ્વારા પોતાના ગામમાં સપોર્ટ સેન્ટર ચલાવી રહ્યા છે.જેમાંના વિવિધ તાલુકાના ૨૬ જેટલા એજ્યુકેટર હાજરી આપી તાલીમમાં ભાગીદાર થયા હતા.તાલીમમાં ટ્રેનર તરીકે ઈરફાન શેખ,રેહાના મકરાની, વિના રાઠવા અને હિતેશ પરમાર દ્વારા તાલીમ આપવામાં આવી હતી. જેમાં મુખ્યત્વે કામગીરીનો ઉદેશ, એજ્યુકેટરની ભૂમિકા, બાળકો ને ભણાવવાની રચનાત્મક તેમજ જ્ઞાન સાથે ગમ્મ્તની પ્રવુતિ શીખવવામાં આવી હતી.સ્થાનિક વસ્તુઓનો ઉપયોગ કરી કઈ રીતે બાળકોને શીખવી શકાય,પ્રેકટીશ ટીચિંગ, બાળકોમાં મૂલ્યલક્ષી પ્રવુતિ દ્વારા બાળકોમાં મૂલ્યોનું સિંચન થાય તે બાબતની સમજ આપવામાં આવી હતી.તાલીમમાં તાલુકાવાઇઝ કાર્યકરો દ્વારા કાર્યક્મને સફળ બનાવવાનો પ્રયાસ કર્યો હતો.

[wptube id="1252022"]
Back to top button