IDARVIJAYNAGAR

રાષ્ટ્રીય કિશોર સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત જિલ્લા કક્ષાનો ગુડ પર્ફોર્મન્સ પીઅર એજ્યુકેટર્સનો એવોર્ડ વિતરણ કાર્યક્રમ યોજાયો.

રાષ્ટ્રીય કિશોર સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત જિલ્લા કક્ષાનો ગુડ પર્ફોર્મન્સ પીઅર એજ્યુકેટર્સનો એવોર્ડ વિતરણ કાર્યક્રમ યોજાયો.

******

૩૬ પીયર એજ્યુકેટર્સને એવોર્ડ અપાયા

******

 

જિલ્લા આરોગ્ય સોસાયટી સાબરકાંઠા દ્વારા આયોજિત ગુડ પર્ફોમન્સ પીયર એજ્યુકેટર્સનો એવોર્ડ સમારંભ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ડો. રાજ સુતરીયાની અધ્યક્ષતામાં યોજાયો હતો. પીઅર એજ્યુકેટર્સએ એટલે ૧૦ થી ૧૯ વર્ષના બાલકો જે શાળામાં, ગામમાં પોતાની આસપાસના વિસ્તારમાં આરોગ્ય બાબતે જાગૃતિ લાવવા સહિત સરકારની આરોગ્યલક્ષી યોજનાઓ પરત્વે ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં કામ કરે છે. દર હજારે એક આશાબહેન હોય છે જેની અંડરમાં ૪ પિયર એજ્યુકેટર કામ કરે છે.

આ પ્રસંગે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રીએ જણાવ્યું કે આગામી વર્ષ 2023-24 થી પ્રોગ્રામને વધુ વેગવંતો બનાવવા માઈક્રો પ્લાનિંગ કરી કાર્યક્રમને વધું સઘન બનાવવા માર્ગદર્શન આપી આ પીયર એજ્યુકેટર્સને પ્રેરીત કર્યા હતા.

 

જિલ્લામાં કુલ ૪૩૩૬ પિયર એજ્યુકેટર હાલમાં કાર્યરત છે જે ખુબ સારી કામગીરી કરી રહ્યા છે. આ કાર્યક્રમમાં આઠ તાલુકાના આઠ શ્રેષ્ઠ પિયર એજ્યુકેટર સહિત જિલ્લાના ૩૬ પિયર એજ્યુકેટર ને મોમેન્ટો, પ્રમાણપત્ર અને ઇનામ સાથે સન્માનિત કરવામાં આવ્યા હતા.

ઉપસ્થિત પીયર એજ્યુકેટર્સને કિશોર – કિશોરીઓએ પોતાના મંતવ્યો વ્યક્ત કર્યા હતા. .

આ પ્રસંગે આર. સી. એચ. ઓ. ડો. દેધરોટીયા, જિલ્લા પ્રોગ્રામ કો. ઓરડીનેટર મેહુલ પંડ્યા, જિલ્લા આઈ. ઈ. સી. ઓફિસર જયેશ પંડ્યા, આર. કે એસ. કે કાઉન્સિલર સહિત મોટી સંખ્યામાં પિયર એજ્યુકેટર ઉપસ્થિત રહ્યા હતા.

જયંતિ પરમાર સાબરકાંઠા

[wptube id="1252022"]
Back to top button