GUJARATJETPURRAJKOT

Jetpur: જેતપુર તાલુકાનાં દેવકી ગાલોલ ગામે યોજાઈ વિકસિત ભારત સંકલ્પ યાત્રા

તા.૧૪/૧૨/૨૦૨૩

વાત્સલ્યમ્ સમાચાર

અમુ સિંગલ જેતપુર

આરોગ્ય વિભાગ દ્વારા ૧૫૫ થી વધુ ગ્રામજનોનું થયું નિ:શુલ્ક હેલ્થ સ્ક્રીનીંગ

Rajkot, jetpur: રાજકોટ જિલ્લામાં જેતપુર તાલુકાનાં દેવકી ગાલોલ ગામે યોજાયેલ વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું ગ્રામજનોએ સામૈયાં અને કુમકુમ તિલક થકી હર્ષભર્યું સ્વાગત કર્યું હતું. તા.૧૫ ડિસેમ્બરનાં રોજ ભેડા પીપળીયા અને અમરાપર ખાતે તથા તા.૧૬ ડિસેમ્બરના રોજ ખારચીયા ગામે યોજાશે.

આ કાર્યક્રમમાં આરોગ્ય વિભાગ દ્વારા યોજાયેલા હેલ્થ કેમ્પમાં ગ્રામજનોના આરોગ્યની ચકાસણી કરવામાં આવી હતી. સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓની જાણકારી આપવાની સાથે લાભાર્થીઓને આયુષ્માન કાર્ડ, પોષણ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. બે તેજસ્વી વિદ્યાર્થી, બે મહીલાઓ, એક રમતવીર સહિત એક સ્થાનિક કલાકારનું સન્માન કરવામાં આવ્યું હતું. ગ્રામ પંચાયત દ્વારા આયુષ્માન કાર્ડની કામગીરી, જન ધન યોજના, જલ જીવન મિશન, પીએમ કિશાન યોજના, ખુલ્લામાં શૌચ મુક્ત ગામ સહિત જમીન રેકર્ડ ડીઝીટાઈઝેશનની ૧૦૦% કામગીરી થવા બદલ પ્રશસ્તિપત્ર પણ એનાયત કરવામાં આવ્યા હતા.

જૈવિક ખેતી કરતા ખેડૂત મિત્ર સાથે વાર્તાલાપ, ”ધરતી કહે પુકાર કે : પ્રાકૃતિક કૃષિ” થીમ આધારિત નુક્કડ-નાટક રજૂ કરી ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ તરફ વળવા પ્રોત્સાહીત કરવામાં આવ્યા હતા. “મેરી કહાની, મેરી ઝુબાની” અંતર્ગત આયુષ્માન યોજનાના બે લાભાર્થીઓએ પોતાના પ્રતિભાવો વર્ણવ્યા હતા. ગ્રામજનોએ પ્રધાનમંત્રીશ્રીનો વિકસિત ભારત સંકલ્પ સંદેશ સાંભળવાની સાથે વિકાસલક્ષી શોર્ટ ફિલ્મ નિહાળી, વિકસિત ભારતના શપથ ગ્રહણ કર્યા હતા.

આ કાર્યક્રમમાં પદાધિકારીઓ, સરપંચશ્રી, ઉપસરપંચશ્રી, ગ્રામ પંચાયત સદસ્યશ્રીઓ, તાલુકા વિકાસ અધિકારીશ્રી જે.પી. વણપરીયા, મામલતદારશ્રી એ.પી. અંટાળા, તાલુકા આરોગ્ય અધિકારીશ્રી ડો.કુલદીપ સાપરીયા, મદદનીશ તાલુકા વિકાસ અધિકારીશ્રીઓ શ્રી એમ. એન. રાવલ, ખેતીવાડી વિભાગ, બેંક, પશુપાલન, આરોગ્ય, શાળાના આચાર્યશ્રી, શિક્ષકો, આઈ.સી.ડી.એસ., સહિતનાં સંબધિત વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ તથા ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

[wptube id="1252022"]
Back to top button