
ઘણા લોકો દૂધી ખાવામાં નખરા કરે છે, પરંતુ તેના ગુણો છુપાવી શકાતા નથી. તમને જણાવી દઈએ કે દૂધીમાં વિટામિન A, વિટામિન C, વિટામિન B3, ફાઈબર, કેલ્શિયમ, આયર્ન, પોટેશિયમ અને ઝિંક જેવા ઘણા પોષક તત્વો ભરપૂર માત્રામાં હોય છે. ચાલો આજે અમે તમને તેનો સૂપ બનાવવાની સૌથી સરળ રીત જણાવીએ, જે વજન ઘટાડવાથી લઈને ડાયાબિટીસ સુધી દરેક બાબતમાં ખૂબ જ ફાયદાકારક સાબિત થશે.
સામગ્રી
- દૂધી – 1/2 કિગ્રા
- જીરું- 1/2 ચમચી
- આદુ (ઝીણું સમારેલું) – 1 નંગ
- કોથમીર – 1 ચમચી
- લાલ મરચું પાવડર – 1 ચપટી
- કાળા મરીનો પાવડર- 1 ચપટી
- દેશી ઘી- 1 ચમચી
- મીઠું – સ્વાદ મુજબ
બનાવવાની રીત
- દૂધીનો સૂપ બનાવવા માટે, સૌપ્રથમ દૂધીને છોલીને તેના ટુકડા કરી લો.
- હવે એક કડાઈમાં દેશી ઘી નાખી મધ્યમ આંચ પર ગરમ થવા દો.
- આ પછી તેમાં જીરું નાખીને શેકી લો.
- હવે તેમાં દૂધી નાખીને ધીમી આંચ પર શેકી લો.
- આ પછી, તેમાં થોડું પાણી ઉમેરો અને લગભગ 1-2 મિનિટ સુધી પકાવો.
- ત્યાર બાદ તેમાં સ્વાદ મુજબ મીઠું નાખીને બરાબર મિક્સ કરી લો.
- હવે તેમાં ઝીણું સમારેલું આદુ, લાલ મરચું પાવડર અને કાળા મરીનો પાવડર ઉમેરો.
- પછી તેને ધીમી આંચ પર લગભગ 15થી 20 મિનિટ સુધી પકાવો અને પછી ગેસ બંધ કરી દો.
- તૈયાર છે સ્વાદિષ્ટ અને પૌષ્ટિક દૂધીનો સૂપ.
- તેને કોથમીર અને કાળા મરીના પાવડરથી ગાર્નિશ કરીને ગરમા-ગરમ સર્વ કરો.
[wptube id="1252022"]