થરાદના લુવાણા કળશની પવિત્ર ધરતી પર રાજ રાજેશ્વરી સધી માતા મેલડી માતા ગોગા મહારાજ સિકોતર માતા ત્રણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો.






વાત્સલ્યમ્ દૈનિક સમાચાર
પત્રકાર પ્રહલાદ ઠાકોર લાખણી
થરાદ તાલુકાના લુવાણા કળશની પવિત્ર ધરતી પર રાજ રાજેશ્વરી સધી માતાજી મેલડી માતાજી ગોગા મહારાજ સિકોતર માતાજી ત્રણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો આ કાર્યક્રમનો પ્રારંભ તારીખ 19/6/23 ના રોજ કરવામાં આવ્યો કુલ ત્રણ દિવસની ઘોઘળ પરિવાર અને સમસ્ત ગ્રામજનો દ્વારા આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમા પ્રથમ દિવસે પ્રાયશ્ચિત વિધી ગણપતિ પૂજન સ્થાપિત દેવતાઓનું પૂજન અને વિધિ કરવામાં આવી હતી તારીખ 20/6/23 ના રોજ સમસ્ત ગામમાં રાજ રાજેશ્વરી સધી માતાજી ગોગા મહારાજ મેલડીમાતાજી સિકોતર માતાજી મૂર્તિઓ સાથે ગ્રામ પ્રદક્ષિણા કરવામાં આવી હતી જેમાં સમસ્ત ગ્રામજનો અને અલગ અલગ ગામમાંથી પધારેલ ગ્રામજનો અને ભુવાજીઓ ઉત્સાહ ઉમંગ અને સધી માતાજી ગોગા મહારાજ મેલડી માતાજી સિકોતર માતાજી જયકાર સાથે શોભાયાત્રા સપન્ન તારીખ 21/6/23 ના રોજ વિજય મુહૂર્ત માં સધી માતાજી ગોગા મહારાજ મેલડી માતાજી સિકોતર માતાજી ની નિજ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી અને કાર્યક્રમની પુર્ણાહુતિ કરવામાં આવી આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સમસ્ત ગ્રામજનો અને અલગ અલગ ગામમાંથી પધારેલ ગ્રામજનો ભારે જહેમત ઉઠાવી હતી અને માતાજીના આશીર્વાદ મેળવ્યા અને આ ત્રણ પ્રતિષ્ઠા મહોત્સવના આચાર્યશ્રી દવે દિનેશ ભાઈ એમ દવે લુવાણા હાલ બેવટા શાસ્ત્રી વિષ્ણુભાઈ એમ દવે લુવાણા કળશ અને શાસ્ત્રી મહેશભાઈ એમ દવે લુવાણા કળશ અને હનુમાનજીના ઉપાસક ગૌભક્ત શાસ્ત્રી નરસી એચ દવે અને અન્ય તમામ ભુદેવો દ્વારા વૈદિક મંત્ર ઉચ્ચાર દ્વારા સધી માતાજી ગોગા મહારાજ મેલડી માતાજી સિકોતર માતાજી ની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી અને આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં સંત સાધુ માહાત્માઓ અને તમામ પક્ષના રાજકારણો ઉપસ્થિત રહ્યા હતા અને ઘોઘળ ભુવાજી જગસીજી જેહા ની સધી માતા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ભુવાજી સગતા ભાઈ નાની વિરોલ અને સ્વ હેમરાજ જગસીજી ના સહ પરિવારના સભ્યો ઉપસ્થિત રહીને તન મન ધનથી આ પ્રાણ પ્રતિષ્ઠામાં સહયોગ આપ્યો હતો અને અલગ અલગ ગામોમાંથી પધારેલ ભુવાજી અને સનાતન ધર્મ પ્રેમી ભાવિ ભક્તો અને દરેક ગામમાંથી વધારે ગ્રામજનો તન મન ધન આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહીને સહયોગ આપ્યો હતો અને આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના બીજા દિવસે સમસ્ત લુણી (રબારી )પરિવાર તરફથી લુવાણા કળશ ની ફરતી ફરતી અને રળાવુ ગાયોને એક ગાડી લીલો ઘાસચારો ગાય માતાને અર્પણ કરવામાં આવ્યો હતો અને આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ની અંદર જે પણ આ પ્રતિષ્ઠાની અંદર પધારેલ લોકોનું ભુવાજી તરફથી સન્માન કરવામાં આવ્યો હતો અને આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ધામધૂમથી સંપન્ન થઈ.







