BHARUCHGUJARATNETRANG

વિશ્વ મહિલા દિવસ : નેત્રંગ : પ્રાથમિક શાળાઓમાં એક નવી પહેલ ચલાવવામાં આવી રહી છે. “ Spread Smile to little Angels”

વિશ્વ મહિલા દિવસ : નેત્રંગ : પ્રાથમિક શાળાઓમાં એક નવી પહેલ ચલાવવામાં આવી રહી છે. “ Spread Smile to little Angels

બ્રિજેશકુમાર પટેલ, ભરૂચ
તા.૦૭/૦૩/૨૦૨૪

નેત્રંગ તાલુકાની શિક્ષકા બહેનો ચૌધરી હેતલબેન (પ્રા.શાળા.કંબોડિયા)અને વસાવા અનિતાબેન (પ્રા.શાળા નેત્રંગ કુમાર) અને તેમની ટીમ વસાવા અંકિતભાઈ (M.P.H.W),પટેલ આરતીબેન(M.D.M SUPERVISOR NETRANG) દ્વારા તાલુકાની પ્રાથમિક શાળાઓમાં એક નવી પહેલ ચલાવવામાં આવી રહી છે. “ Spread Smile to little Angels”.

તારીખ ૨/૨/૨૦૨૪ થી તાલુકા બી.આર.સી મેડમ સુધાબેન વસાવાની વિશેષ ઉપસ્થિતિમાં પ્રાથમિક શાળા કંબોડિયાથી આ કામની શરૂઆત કરવામાં આવી હતી. હાલના સમયમાં ૨૦ જેટલી શાળાઓમાં આ કાર્યક્રમ થઈ ચૂક્યો છે. તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી સુરેશભાઈ વસાવા સાહેબે પણ આ કામગીરીને બિરદાવી હતી અને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું.
નેત્રંગ તાલુકાની શાળાઓમાં સાંજે 4 થી 5 ના સમયગાળા દરમિયાન જઇ ધોરણ 5 થી 8 માં અભ્યાસ કરતી કન્યાઓને માસિક ધર્મ અંગે સમજ આપવામાં આવે છે. આ સમય દરમિયાન તેમને પડતી મુશ્કેલી વિશે જાણીને તેને દૂર કરવા માટે પ્રયત્ન કરી અને જાગ્રૃતિ ફેલાવવાનું કામ કરવામાં આવે છે.

શાળાઓમાં બહેનો અને તેમની ટીમ સ્વખર્ચે સેનેટરી નેપકીનનુ વિતરણ કરી સેનેટરી નેપકીનનો ઉપયોગ, નિકાલ અને સ્વચ્છતા વિશે પણ માર્ગદર્શન આપવામાં આવે છે.

હાલ સમય બદલાયો છે. લોકોની જીવનશૈલી અને ખાનપાનની આદતો બદલાઈ ગઈ છે. તેની અસર દીકરીઓના માસિકચક્ર પર પણ પડી છે. દીકરીઓ 11થી 14 વર્ષના ઉંમરગાળામાં માસિક ધર્મમા બેસતી થઇ જાય છે.આ ઉંમરમાં તેમનામાં આ વિષય અંગે સમજ પણ વિકસી નથી હોતી. તેમને ઘણી શારીરિક અને માનસિક મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય છે. ઘણીવાર એવું પણ બને છે દીકરીઓ એટલી ગભરાઇ જતી હોય છે કે આ દિવસો દરમિયાન ઘરની બહાર નીકળવાનું પણ બંધ કરી દેતી હોય છે. પોતાના શરીરના આ કુદરતી ફેરફારને તેઓ સમજી નથી શકતા. પોતે કોઇ ગંભીર બિમારીમા સપડાઈ ગયાનો પણ અનુભવ કરે છે. શાળાએ જવાનુ પણ ટાળે છે. એકલાપણુ અનુભવે છે. આવા સમયે તેમને સાચી સમજ આપવી જરૂરી છે.

ધણી દીકરીઓને પેટમાં દુખતું હોય છે. હાથપગ દુઃખતા હોય છે. ચક્કર આવતાં હોય છે. અથવા કોઇક દીકરીને વધારે દિવસો સુધી પણ માસિક આવતું હોય છે તો તેવા સંજોગોમાં તેમને યોગ્ય દવા અને દાક્તરી સારવાર મળી રહે તે પણ જરૂરી છે. આ માટે આરોગ્ય શાખા સાથે સંકલન કરી તેઓ આવા પ્રશ્નનો ઉકેલવા પ્રયત્ન કરે છે.

દીકરીઓને આ અંગે જાગૃતિ લાવવી જરૂરી છે. દીકરીઓ ખૂલીને આ વિષય અંગે વાત કરી શકે, પોતાની સમસ્યા જણાવી શકે એવું વાતાવરણ ઊભું કરવુ. એ જ આ કાર્યક્રમનો હેતુ છે.

આ કોઈ શરમ કે સંકોચનો વિષય નથી એક કુદરતી પ્રક્રિયા છે. કોઈ ગંભીર બિમારી નથી પણ દર મહિને થતી શરીરની એક સામાન્ય ક્રિયા છે એ વાતથી દીકરીઓ ને વાકેફ કરવી. કુંટુબના સભ્યો હોય કે શાળાના શિક્ષક તરીકે માનસિક ભાવનાત્મક સપોર્ટ પૂરો પાડવો જોઇએ.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button