
વિજાપુર ઝવેરી વીઆર હાઈસ્કૂલ ખાતે 2022-2023 માં શાળામાં પ્રથમ આવેલા બાળકોને ઇનામો અપાયા
મામલતદાર જે એસ પટેલ ચીફ ઓફિસર અલ્પેશ પટેલ ઉપસ્થિત રહ્યા

વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર શહેર માં આવેલ નગરપાલિકા સંચાલિત ઝવેરી વીઆર હાઈસ્કૂલ ખાતે શાળામાં કોમ્પ્યુટર રૂમ તેમજ વર્ષ 2022-2023 માં ધોરણ 10 માં શાળામાં વધુ ગુણાંક સાથે પ્રથમ આવેલા વિદ્યાર્થીઓ વિદ્યાર્થીનીઓ ને ઈનામી વિતરણ મામલતદાર જે.એસ. પટેલ તેમજ ચીફ ઓફિસર અલ્પેશ પટેલ ના હસ્તે શાળાના બાળકોને ઇનામો તેમજ કોમ્પ્યુટર રૂમ ખુલ્લું મુકવામાં આવ્યું હતુ, આ કાર્યક્રમમાં શાળાના ભૂતપૂર્વ શિક્ષક ધનજી ભાઈ સુથાર તેમજ સુરેશભાઈ ઠાકર સહિત નું શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતુ, કાર્યક્રમ નું સંચાલન અને આયોજન શાળાના શિક્ષકો દ્વારા પુરુ પાડવા માં આવ્યું હતુ આ કાર્યક્રમમાં નગરપાલિકા ના ભૂતપૂર્વ કર્મચારીઓ બચુમીયા સૈયદ તેમજ અરવિંદ ભાઈ પંડ્યા તેમજ શહેર ના સામાજિક કાર્યકરો તેમજ વિધાર્થીઓ ના વાલી જનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી ને બાળકો નો ઉત્સાહ વધાર્યો હતો





