BHARUCH
ગુજરાત અને જંબુસર તાલુકાનું નામ રોશન કર્યું વેડચ ગામની મહિલાની મુંબઈમાં મેરી પૌષ્ટિક રસોઈમાં બનાવેલી બાજરાની ખીચડી 7 રાજ્યોની 898 મહિલાઓને હરાવી નંબર વન બની.

જંબુસર તાલુકામાં ગજેરા ગામે આતાપી સેવા ફાઉન્ડેશન ચાલે છે. જેમાં વેડચ ગામે અંબે સ્વ સહાય જૂથમાં ભૂમિકાબેન મનહરભાઈ જાદવ જોડાયેલા છે.મુંબઈમાં આયોજિત ગ્લેન માર્ક ફાઉન્ડેશન દ્વારા મેરી પૌષ્ટિક રસોઈ સ્પર્ધા યોજાઈ હતી. દેશના 7 રાજ્યોમાંથી 898 મહિલાઓએ ભાગ લીધો હતો. જેમાં અંતિમ 20 ફાઇનલિસ્ટમાં ગુજરાતની બે મહિલાઓમાં ભૂમિકાબેને પણ સ્થાન મેળવું હતું. ફાઇનલમાં ભૂમિકાબેનની બાજરાની ખીચડી નંબર વન સ્થાન મેળવી ગઈ હતી. જે બદલ તેમને 40 હજાર રોકડ પુરસ્કાર અને એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા
રિપોર્ટર વિજયસિંહ જીતસિંહ ચૌહાણ
[wptube id="1252022"]





