GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: અવસર લોકશાહીનો.. : સ્માર્ટ સીટીની સાઈટ ખાતે કામદારોએ અચૂક મતદાનના શપથ લીધા

તા.૧/૫/૨૦૨૪

વાત્સલ્યમ્ સમાચાર

Rajkot: રાજકોટ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી પ્રભવ જોષીના નેતૃત્વમાં લોકશાહીના અવસર ચૂંટણીને દીપાવવા વહીવટી તંત્ર સતત કાર્યરત છે. ત્યારે સ્વીપ નોડલ ઓફિસરશ્રી જિજ્ઞાસાબેન ગઢવીના માર્ગદર્શન હેઠળ જિલ્લાના વિવિધ વિસ્તારોમાં નાગરિકોને લોકશાહીના હિતમાં મતાધિકારનો ઉપયોગ કરવા માટે જાગૃત કરવામાં આવી રહ્યાં છે.

જે અન્વયે સ્માર્ટ સીટીની સાઈટ ખાતે ‘વિશ્વ શ્રમિક દિવસ’ નિમિત્તે આયોજિત કાર્યક્રમમાં કામદારોએ અચૂક મતદાનના શપથ લીધા હતા. આ તકે મતદાતાઓને અચૂક મતદાન કરવા અને આજુબાજુ રહેતા લોકોને મતદાન કરાવવાની અપીલ કરવામાં આવી હતી. ત્યારે મતદારોએ મત આપીને ચુંટણીમાં સહભાગી થવાની ઉત્સાહપૂર્વક ખાતરી આપી હતી.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button