GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલ નર્મદા મુખ્ય કેનાલના સર્વિસ રોડ પર એક્ટિવા પરથી ફંગોળાયેલી મહિલાનું સારવાર મળે તે પૂર્વે મોત

તારીખ ૨૮/૦૩/૨૦૨૪

સાજીદ વાઘેલા કાલોલ 

ઘટના અંગેની વિગતો મુજબ મૂળ કુણી. તાલુકા ઠાસરાના રહેવાસી ગંગાબેન તેમના પતિ નાનજીભાઈ વશરામભાઇ પરમાર સાથે તેમના જ એક્ટિવા પર હાલોલ તાલુકાના કણજરી ખાતે રહેતા તેમના બિમાર સંબંધીની ખબર કાઢી નર્મદા કેનાલના સર્વિસ રોડ પરથી તેમના ઘર તરફ પરત ફરી રહ્યા હતા તે વેળાએ કાલોલ નજીકના કેનાલ સર્વિસ રોડ પર કનેરિયા ગેટ પાસે બમ્પ કુદાવતી વેળા તેમના પતિએ એક્ટિવાના સ્ટેરીંગ પરનો કાબૂ ગુમાવતા પાછળ સવાર ગંગાબેન ઉ. વ. 65 રોડ પર ફંગોળાઈ જતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. અકસ્માતને લઈ માથા અને શરીરના કેટલાક ભાગોમાં ઇજાગ્રસ્ત થયેલ ગંગાબેનને તાત્કાલિક અસરથી કાલોલ રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. કાલોલ રેફરલ હોસ્પિટલમાં અપૂરતી સેવાઓને લઈ વધુ સારવાર માટે તેઓને વડોદરા ખસેડવામાં આવ્યા હતા. જ્યાં માર્ગમાં જરોદ પાસે તેમની હાલત અચાનક કથળતા તેઓની જરોદ સરકારી દવાખાને લઇ જતાં ફરજ પરનાં તબીબી અધિકારીએ તેમને મૃત જાહેર કર્યા હતા.ઘટના અંગેની જાણ કાલોલ પોલીસને થતાં પોલીસે મૃતકના શબને પોસ્ટમોર્ટમ માટે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button