ડેડીયાપાડા દેશી દારૂ નું વેચાણ કરતી મહિલા ઝડપાઈ.
તાહિર મેમણ – 28/05/2024- ડેડીયાપાડા – ડેડીયાપાડા પોલિસ ટાઉન બીટ વિસ્તારમાં પેટ્રોલીંગમાં નીકળેલા તે દરમ્યાન ફરતા ફરતા થાણા ફળીયામાં આવતા બાતમીદારથી બાતમી મળેલ કે,થાણા ફળીયામા રહેતી મંજુલાબેન માનસીંગભાઇ વસાવાનાઓ પોતાના ઘરે દેશી દારૂ રાખી ગે.કા રીતે વેચાણ કરે છે જે બાતમી આધારે સદર બાતમી હકીકતથી સાથેના પોલીસ માણસો તથા પંચોને વાકેફ કરી સદરી બાતમી વાળી જગ્યાએ આવતા એક સ્ત્રી બહેન ઘરે હાજર મળી આવેલ સદરીનું સાથેના પંચોની રૂબરૂમાં તેનું નામઠામ પુછતા તેણે પોતે પોતાનું નામ-મંજુલાબેન તે માનસીંગભાઇ વસાવા રહે-દેડીયાપાડા થાણા ફળીયું તા.દેડીયાપાડા જિલ્લો-નર્મદાની હોવાનું જણાવેલ સદરી બહેનને સાથે રાખી પોલીસ-પંચો સાથે તેઓના રહેણાંક ઘરમાં પ્રોહી મુદ્દામાલ અંગે ઝડતી તપાસ કરતા ઘરના રસોડાના ભાગે એક પ્લા.ની કેનમાં આશરે ૦૫ લીટર જેટલુ પ્રવાહી ભરેલ મળી આવેલ જે પ્લા,કેનનું બુચ ઢાંકણ ખોલી અંદરના પ્રવાહીનું પંચોથી સુઘી-સુંઘાડી ખાત્રી કરતા તેમાંથી દેશી દારૂની સખત વાસ આવતી હોય જેથી સદરી બેન પાસે દેશીદારૂ રાખવા બદલનું પાસપરમીટ માગતા પોતાની પાસે નહી હોવાનું જણાવેલ જેથી સદર પ્લા.ની કેનમાંથી નમુના માટે એક કાચની શીશીમાં આશરે ૧૮૦ મી.લી. જેટલો દેશી દારૂ ભરી લઇ નમુના શીશીને તથા પ્લા.ની કેનને બુચ ઢાંકણ વડે બંધ કરી તેના ઉપર સાથેના પંચોની સહીઓવાળી કાપલીઓ દોરા વડે બાંધી પો.ઈન્સ દેડીયાપાડાના શીલના સિકકાથી શીલ કરીનમુના શીશીની કિ.રૂ.૦૦/- ગણી તથા દા.લી.૦૫ કિ.રૂ.૧૦૦/- ગણી તમામ પ્રોહી મુદ્દામાલ વધુ તપાસ અર્થે કબ્જે કરવામા આવેલ છે.જે વિગરે મતલબનુ પંચનામુ સાથેના રૂબરૂનું કલાક:૧૯/૧૫ થી કલાક:૧૯/૪૫ સુધીનુ કરી લેવામાં આવેલ છે.તેમજ સુર્યાસ્તનો સમય થયેલ હોય જેથી સી.આર.પી.સી કાયદાના નવા સુધારા મુજબ સદર આરોપી બહેનને આવતીકાલ તા.૨૪/૦૫/૨૦૨૪ ના રોજ ક.૧૦/૦૦ વાગ્યે પોલીસ સ્ટેશન ખાતે હાજર રહેવા સમજ કરેલ છે.જેથી ઉપરોક્ત જણાવેલ આરોપી બહેન-મંજુલાબેન તે માનસીંગભાઇ વસાવા રહે-દેડીયાપાડા થાણાફળીયું તા.દેડીયાપાડા જિલ્લો-નર્મદાનાએ પોતાના ઘરના રસોડાના ભાગે ગે,કા, વગર પાસ પરમીટે એક પ્લા.ની કેનમા દેશી દારૂ લી-૦૫ નો પ્રોહી મુદામાલ રાખી પોલીસ પંચોની રેઇડ દરમ્યાન હાજર મળી આવી પકડાઈ ગયેલહોય જેથી મારી તેના વિરુધ્ધ પ્રોહી એક્ટ કલમ-૬૫ એ.એ. મુજબ કાયદેસર થવા ફરીયાદ છે. મારા સાહેદો સાથેના પોલીસ તથા પંચોના માણસો વિગેરે છે.