BANASKANTHAPALANPUR

ડીસા મહેશ્ર્વરી સમાજની બહેનોએ જલિયાણ શીવજી મંદિરે કરી અમાસની પૂજા

18 જૂન વાત્સલ્યમ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા

ડીસાનો મહેશ્ર્વરી સમાજ ખૂબ જ સેવાભાવી,ધાર્મિક તેમજ જીવદયાપ્રેમી છે.ડીસા જલારામ મંદિર ખાતે ભવ્યાતિભવ્ય-દિવ્યાતિદિવ્ય શીવજી મંદિર બનાવવામાં આવેલ છે જ્યાં શ્રાવણ માસ સહિત બારેય મહિના શ્રધ્ધાળુઓ દર્શનાર્થે પધારે છે.જેઠ મહિનાની અમાસે શીવજી પૂજાનું આગવું મહત્વ હોઈ ડીસા મહેશ્ર્વરી સમાજની બહેનોએ જલારામ મંદિરે દર્શન કરી શીવજી પૂજાનો અમૂલ્ય લાભ લીધો હતો.મહેશ્ર્વરી સમાજ ડીસાનીબહેનોસર્વશીવાનીબેન,શીલાબેન,મીરાબેન,ઉર્મિલાબેન,મીનુબેન,પ્યારીબેન,જમનાબેન,પીનાબેન,દેવીબેન,સુશીલાબેન,લતાબેન,મંજુબેન,અનીતાબેન,સરોજબેન સહિત ખૂબ મોટી સંખ્યામાં બહેનોએ જલારામ મંદિરે પધારી શીવજી પૂજા કરી હતી.જલારામ મંદિર ડીસા સ્થિત શીવજી મંદિરની અતિ સુંદર વ્યવસ્થાથી તમામ બહેનોએ ખૂબ જ રાજીપો વ્યક્ત કર્યો હતો.જલારામ મંદિર ડીસાના ટ્રસ્ટી ભગવાનભાઈ બંધુએ સૌ બહેનોની સવિશેષ આધ્યાત્મિક પ્રવૃતિથી આનંદ વ્યક્ત કરી અભિનંદન આપ્યા હતા.ભગવાનદાસ બંધુ એ જણાવ્યું હતું.

[wptube id="1252022"]
Back to top button