હાલોલ ની વી.એમ.શાહ ગુજરાતી અને અંગ્રેજી માધ્યમ સ્કૂલ માં વાર્ષિક રસોત્સવ ઉજવાયો

રિપોર્ટર. કાદીર દાઢી.હાલોલ
તા.૩.૩.૨૦૨૪
હાલોલ નગરના ગોધરા રોડ પર આવેલ શ્રી હાલોલ મહાજન ઉચ્ચ શિક્ષણ મંડળ સંચાલિત વી. એમ.શાહ ગુજરાતી માધ્યમ તેમજ અંગ્રેજી માધ્યમ સ્કૂલનો વાર્ષિક રસોત્સવ બે દિવસ ત્રેતાયુગ ની થીમ પર શાળાના પટાંગણમાં ઉજવાયો હતો.હાલોલ નગરના ગોધરા રોડ પર આવેલ વી એમ શાહ સ્કૂલનો વાર્ષિક રસોત્સવ સંસ્થા ના પ્રમુખ પ્રફુલચંદ્ર એમ શાહ તેમજ માનદ મંત્રી સમીરભાઈ શાહ ની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયો હતો.જ્યારે આ પ્રસંગે અગ્રેજી શાળાના આચાર્ય રજનીકાંત ધમલ તેમજ ગુજરાતી શાળાના આચાર્ય હર્ષાબેન શુક્લ અને મૂગેન્દ્રસિંહ સોલંકી દ્વારા શાળાની વર્ષ દરમિયાન શૈક્ષણિક તેમજ શાળામાં થતી અન્ય પ્રવૃત્તિઓ નો ચિતાર આપ્યો હતો.જ્યારે બાળકોએ ત્રેતાયુગ ની થીમ પર વાર્ષિક રસોત્સવનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. જેમાં આવનારી ની યુવા પેઢીને હિન્દુ સંસ્કૃતિની ધરોહર સમાન પ્રભુ શ્રી રામ ના પાત્રો થી અવગત કરાવવા ત્રેતા યુગ ની થીમ પસંદ કરવામાં આવી હોવાનું શાળા સંચાલકોએ જણાવ્યું હતું.જોકે રામાયણની થીમ દ્વારા શાળાના બાળકોએ પ્રભુ શ્રીરામના જીવન ચરિત્ર પર જે રીતે આબેહૂબ પાત્રો તેઓની કલાકારી દ્વારા પ્રસ્તુત કર્યા હતા. જેનાથી ખૂબજ મોટી સંખ્યામાં કાર્યક્રમને નિહાળવા આવેલ અન્ય વિદ્યાર્થીઓ તેમજ વાલીઓ તેમજ શાળાના શિક્ષક ગણ જાણે કે ત્રેતા યુગ ના અયોધ્યા નગરીમાં પહોંચી ગયા હોય તેવો અહેસાસ તમામ લોકોને થયો હતો.જ્યારે આ પ્રસંગે ઉપસ્થિત વાલીઓ પોતાના બાળકોને રંગમંચ પર અભિનય કરતા તેઓ પોતે આશ્રય ચગીત થઇ ગયા હતા અને પોતાનું બાળક પણ આવી પાત્ર ભજવી શકે છે તેની વાલીઓએ ગોર્વતા પ્રાપ્ત કરી હતી.