
તા.૨૩/૧૨/૨૦૨૩
વાત્સલ્યમ્ સમાચાર
અમુ સિંગલ જેતપુર
અયોધ્યામાં નિર્માણ પામેલા મંદિરમાં ભગવાન શ્રી રામલલા ના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં 22 અને 23 જાન્યુઆરીએ એમ બે દિવસ વિરપુર પૂજ્ય જલારામ બાપાની જગ્યા તરફથી મગજનો પ્રસાદ અપાશે.
Rajkot, Virpur: આગામી ૨૨ જાન્યુઆરી ના રોજ અયોધ્યા માં ભગવાન શ્રી રામના ભવ્યાતિ ભવ્ય મંદિર નો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ભારત ના P.M.નરેન્દ્ર મોદીના હસ્તે થવા જઈ રહ્યો છે ત્યારે આપણે વીરપુરના પૂજ્ય જલારામ બાપા ને તો કેમ ભૂલી શકીએ. “જ્યાં ટૂકડો ત્યાં હરિ ઢુકડો” ના સૂત્રને સાર્થક કરનાર વીરપુરના સંત શિરોમણી પૂજ્ય શ્રી જલારામ બાપાને વારંવાર વંદન કરવાનું મન થાય જ્યારે આજ થી ત્રણ વર્ષ પહેલાં જ્યારે અયોધ્યામાં ભગવાન શ્રી રામની જન્મભૂમીમાં મર્યાદા પુરસોત્તમ ભગવાન શ્રી રામ ના ભવ્ય મંદિર નિર્માણની જાહેરાત કરવામાં આવી ત્યારે પૂજ્ય જલારામ બાપાની જ્ગ્યાના ગાદીપતિ પૂજ્ય રઘુરામબાપાએ અયોધ્યામાં શ્રી રામ મંદીરના ટ્રસ્ટીઓ સાથે વાત કરીને ત્યારે 4 ડિસેમ્બર 2020ના રોજ પૂજ્ય જલારામ બાપા પરિવાર તરફથી એવી જાહેરાત થઈ કે, વિશ્વ પ્રસિદ્ધ અયોધ્યા નગરી કે જ્યાં વિશ્વના લાખો કરોડો હિન્દુઓની આસ્થા જોડાયેલી છે તેવા નવનિર્માણ પામી રહેલા ભગવાન શ્રીરામ ના મદિરમાં શ્રી રામ લલ્લા ને જે સવાર સાંજ થાળ ધરાવવામાં આવશે તેના આજીવન યજમાન વીરપુર પૂજ્ય જલારામ બાપાની જગ્યા રહેશે. વિશ્વમાં સમૃદ્ધિ અને ચળકાટ ધરાવતા લાખો હિન્દુ મંદિરો છે તેમ છતાં અયોધ્યા રામ મંદિર નિર્માણ ના ટ્રસ્ટીઓએ એક નાનકડા અને જ્યાં પૈસા કે અન્ય કોઈપણ સ્વરૂપે દાન સ્વીકારતું નથી એવા વીરપુર પૂજ્ય જલાબાપાની જ્ગ્યાના ગાદીપતિ પૂજ્ય શ્રી રઘુરામ બાપાની વિનંતી સ્વીકારી, સમગ્ર ગુજરાત માટે ગૌરવની વાત હજુ એ છે કે આગામી 22 જાન્યુઆરીના રોજ અયોધ્યામાં ભગવાન શ્રી રામ મંદીરમાં પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં પૂજ્ય જલારામ બાપાની જગ્યા તરફથી ભગવાનશ્રી રામના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં આવેલ તમામ ભાવિકોને ભગવાન શ્રી રામના દર્શન કરવા આવેલ તમામ દર્શનાર્થીઓને 22 અને 23 જાન્યુઆરીએ એમ બે દિવસ મગજનો પ્રસાદ આપવામાં આવશે.

પૂજ્ય જલારામ બાપાના પરિવારજન એવા પૂજ્ય ભરતભાઇ ચાંદ્રાણીએ જણાવ્યું હતુ કે વિરપુર થી 50 થી 60 સ્વંયમ સેવકોની ટિમ 2 જાન્યુઆરીના રોજ અયોઘ્યા જવા રવાના થશે અને તે સ્વયંમ સેવકો અયોઘ્યા પહોંચીને મગજનો પ્રસાદ ત્યાં બનાવીને 22 અને 23 જાન્યુઆરીના રોજ ભગવાન શ્રી રામ ના મંદિર પરિસરમાં ખાસ ડ્રેસ કોડમાં ઉપસ્થિત રહી પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં આવેલ ભાવિકોને મગજના પ્રસાદનું વિતરણ કરશે, બસો વર્ષ પહેલાંના સમયનુ પુનરાવર્તન છે. કારણકે ભગવાન શ્રી રામ તો અંતર્યામી છે તેમને ખબર છે કે, વીરપુરના થાળમાં જ જલારામ બાપાના પરસેવાની ખુશ્બુ છે. બસ્સો વર્ષ પહેલાં જ્યારે તેઓ બાપાની પરિક્ષા કરવા વીરપુર આવ્યા હતા ત્યારે પૂજ્ય જલારામ બાપા તથા વીરબાઈ માં બંને ખેતરમાં દાળી મજૂરી કરીને ગરીબ ભૂખ્યા લોકો માટે સદાવ્રત ચલાવતા ત્યારે તેમણે આ પરસેવાની ખુશ્બુ નો અનુભવ કરેલો જ હતો.
આ જે કઈ વ્યવસ્થા ગોઠવાઈ તે ભગવાન શ્રી રામની પ્રેરણાથી જ શક્ય છે. વધારામાં અત્યારે અયોધ્યામાં ચાલતા શ્રી રામ મંદિર નિર્માણ માં સહભાગી તેવા મગજના પ્રસાદમાં વીરપુર પૂજ્ય જલાબાપાની જગ્યા જેવો જ અહેસાસ થશે.
આમ ભગવાન શ્રી રામ મંદિરે ધરાવવામાં આવતા થાળ તેમજ 22 અને 23 મી જાન્યુઆરીના રોજ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં મગજનો પ્રસાદ પ્રસાદીરૂપે વિતરણ જ્યારે સમગ્ર ભારતમાં ભગવાન શ્રી રામના પ્રાણપ્રતિષ્ઠાને વધાવવા ઉત્સાહ છે ત્યારે વિરપુરમાં વિરપુર વાસીઓમાં અત્યાર થી જ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
અયોધ્યામાં ભગવાન શ્રી રામ મંદીરના પ્રાણપ્રતિષ્ઠાને લઈને વિરપુર પૂજ્ય જલારામ બાપાની જગ્યા તરફથી અયોધ્યામાં સદાવ્રત અન્નક્ષેત્ર ચાલુ થશે તેમજ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં વિરપુર થી 500 સ્વયંમ સેવકો અયોધ્યા જશે તેવા અનેક સમાચારો સોશ્યલ મીડિયા વાયરલ થયા છે, આ અંગે પૂજ્ય જલારામ બાપાના પરિવારના પૂજ્ય ભરતભાઈને પૂછતા તેમણે આવા સમાચાર તદ્દન તસ્થ વગરના છે તેમ જણાવ્યુ છે.








