
તા.૨૧/૧૧/૨૦૨૩
વાત્સલ્યમ્ સમાચાર
અમુ સિંગલ જેતપુર
Rajkot: ‘સ્વચ્છતા હી સેવા’ ઝુંબેશને રાજકોટ જિલ્લામાં બહોળો પ્રતિસાદ મળી રહ્યો છે. જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં બસ સ્ટેશન, જાહેર સ્થળો, ગામોના મુખ્ય માર્ગો પાસેના વિસ્તારો, આંગણવાડી વિસ્તાર, શાળાઓ, ગામના પ્રવેશ દ્વાર, આરોગ્ય કેન્દ્રો સહિતના સ્થળો પર ગ્રામજનોના શ્રમદાન થકી ગામોને સ્વચ્છ બનાવાયા હતા.


જેમાં રાજકોટ જિલ્લાના પડવલા, શાપર અને જૂના રાજપીપળા ગામ ખાતે સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરાઇ હતી. “મારું ગામ, કચરામુક્ત ગામ”, “સ્વચ્છ ભારત”ની નેમ સાથે તથા સ્વચ્છતા સંદર્ભે ગ્રામીણ વિસ્તારના રહેણાંક અને જાહેર સ્થળોની દિવાલો પર ચિત્રકામ અને લખાણ કરીને સ્વચ્છતાનો સંદેશ અપાયો હતો. ગામડામાં જૂના જામેલા કચરાના ઢગલા, ઝાડી-ઝાંખરા દૂર કરીને વિસ્તારો સુઘડ બનાવાયા હતા. આમ, ગ્રામ્ય વિસ્તારોમાં થયેલી સ્વચ્છતા ઝુંબેશમાં નાગરિકોએ શ્રમદાન કર્યું હતુ.









