GUJARATJETPURRAJKOT

નેશનલ ડિફેન્સ એકેડેમીની પરીક્ષા માટે કંટ્રોલરૂમ કાર્યરત કરાયો

તા.૩/૯/૨૦૨૩

વાત્સલ્યમ્ સમાચાર

યુનિયન પબ્લિક સર્વિસ કમિશન,નવી દિલ્હી દ્વારા તા.૦૩/૦૯/૨૦૨૩ રવિવારના રોજ નેશનલ ડિફેન્સ એકેડમી અને નેવલ એકેડેમી પરીક્ષા-૨૦૨૩ અને કમ્બાઇન્ડ ડિફેન્સ સર્વિસ પરીક્ષા-૨૦૨૩ રાજકોટ કેન્દ્ર ખાતે ૩ કેન્દ્ર નક્કી કરવામાં આવેલ છે. આ પરીક્ષા માટે જિલ્લા પુરવઠા કચેરી, રાજકોટ ફોન નં. ૦૨૮૧-૨૪૭૬૮૯૧ ખાતે પરીક્ષાના દિવસ દરમિયાન કંટ્રોલરૂમ કાર્યરત રહેશે, જેની સર્વે ઉમેદવારોએ નોંધ લેવા નિવાસી અધિક કલેક્ટરશ્રી, રાજકોટની યાદી દ્વારા જણાવાયું છે.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button