GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL
વેજલપુર પોલીસે ચોરીના ગુન્હામા છેલ્લા ચાર માસથી નાસતા ફરતા વોન્ટેડ આરોપીને ઝડપી પાડયો

તારીખ ૦૪/૦૫/૨૦૨૩
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ તાલુકાના વેજલપુર પોલીસ સ્ટેશનના ચોરીના ગુન્હામા છેલ્લા ચાર માસથી નાસતા ફરતા વોન્ટેડ આરોપીને વેજલપુર પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પ્રાપ્ત માહિતી અનુસાર કાલોલ તાલુકાના વેજલપુર પોલીસ સ્ટેશન પો.સ.ઈ.એસ.એલ.કામોળ નાઓએ ખાનગી રાહે બાતમી હકીકત મેળવેલ કે,વેજલપુર પોલીસ સ્ટેશનના છેલ્લા ચાર માસથી ચોરીના ગુનામાં નાસતા ફરતા વોન્ટેડ આરોપી લુકમાન નિશાર પટેલ રહે.ગોધરા ગોન્દ્રા ઈદગાહ મોહલ્લા ગોધરા નો હાલ કાલોલ તાલુકાના વેજલપુર નાંદરખા ચોકડી ખાતે ચા ની લારી ઉપર ઉભેલ હોય જેથી તાબાના પોલીસ માણસોને સુચનાઓ આપી ઉપરોક્ત આરોપીને પકડી પાડી આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

[wptube id="1252022"]









