GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલ તાલુકાના સુરેલી ગામે જાહેરનામા નો ભંગ કરી ડીજે વગાડનાર બે ઈસમો સામે વેજલપુર પોલીસની કાર્યવાહી

તારીખ ૨૦/૦૫/૨૦૨૪

સાજીદ વાઘેલા કાલોલ 

કાલોલ તાલુકાના સુરેલી ગામ ના નાગરિક દ્વારા શનિવારે રાત્રે કંટ્રોલ રૂમમાં વર્દી લખાવેલ કે,” ગામના વણકર ફળિયામાં જોરથી ડીજે વાગે છે પોલીસ મોકલો “જેથી તપાસ કરતા ઉમેશભાઈ નાનજીભાઈ મકવાણાના ઘરે પોતાના લગ્ન પ્રસંગ હોય ઘર આગળ આઇશર ટેમ્પાના પાછળના ભાગમાં ફીટ કરેલ ડીજે સિસ્ટમ ચાલુ હતી અને ગીતો વાગતા હતા લોકોના ટોળા ભેગા થયા હતા અને મોટા અવાજ ના કારણે લોકોને હેરાન ગતિ થતી હતી લગ્ન પ્રસંગમાં ડીજે વગાડવાની પરમિશન લીધી છે કે કેમ તે માંગતા રાત્રિના ૧૦ કલાક સુધીની કાલોલ મામલતદાર ની પરવાનગી જોવા મળે છે જેથી ડીજે ઓપરેટર ને કહીને ડીજે બંધ કરાવી ઓપરેટર કિરણકુમાર ગોપાલભાઈ સોલંકી ને પૂછતા ઉમેશભાઈના કહેવાથી ડીજે ચાલુ રાખ્યું હોવાનું જણાવેલ પોલીસે આઇસર તેમજ તેની પાછળ ફીટ કરેલી ડીજે સિસ્ટમ કબજે કરી બંને ઈસમો સામે જાહેરનામા ભંગ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

 

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button