હાલોલ ની વી.એમ.શાહ ગુજરાતી મીડીયમ સ્કૂલ ખાતે શિક્ષક દિનની ઉજવણી કરાઇ,આજના દિવસે સુકાન વિદ્યાર્થીઓ ના હાથમાં જોવા મળ્યું.

રિપોર્ટર. કાદીર દાઢી.હાલોલ
તા.૫.૯.૨૦૨૩
તા-05/09/023 ને બુધવાર ના રોજ હાલોલ ની વી.એમ.શાહ ગુજરાતી મીડીયમ સ્કૂલ(પ્રાથમિક વિભાગ) નું સુકાન વિદ્યાર્થીઓ ના હાથમાં હતું.આજરોજ હાલોલ ની વી.એમ.શાહ ગુજરાતી મીડીયમ સ્કૂલ પ્રાથમિક વિભાગ માં “શિક્ષક દિન” નિમિત્તે ઉજવણી કરવામાં આવી હતી.જેમાં પ્રાથમિક વિભાગ ના બાળકો ઉત્સાહ પૂર્વક બાળ-શિક્ષક બની આજે પોતાના હાથ માં શાળાનું સુકાન સંભાળ્યું સાથે બાળ-આચાર્ય ,બાળ-સુપરવાઈઝર, બાળ-ક્લાર્ક પણ બાળ-વિદ્યાર્થીઓ બની ને આવ્યા અને શાળાનું વહીવટી કાર્ય સંભાળ્યું સાથે શાળા નું સૌથી અગત્ય નું કાર્ય પ્યુન(પટાવાળા) નું કાર્ય પણ આ શાળાના બાળ-પ્યુન(પટાવાળા) એ ઉત્તમ કાર્ય આપ્યું આમ આજે શાળા નું દરેક કાર્ય શરૂઆત પ્રાર્થના થી લઇ ને અંત માં શાળા છૂટ્યા સુધી બાળ-શિક્ષકો દ્વારા જ કરવામાં આવ્યું હતું.આમ દિવસ ના અંતમાં આ શિક્ષકો દ્વારા પુરા દિવસ નો એહવાલ રજૂ કરવામાં આવ્યો સાથે આજે શિક્ષક બની પોતાનો અનુભવ અંગે નો એહવાલ રજૂ કરવામાં આવ્યો હતો.સાથે શિક્ષક દિન ની ઉજવણી કરવાનું મહત્વ તેમજ ડો-સર્વપલ્લી રાધાકૃષ્ણ ને યાદ કરવામાં આવ્યા હતા.આમ અંતમાં શાળા ના આચાર્ય હર્ષાબેન શુક્લ દ્વારા દરેક વિદ્યાર્થીઓ ને પ્રોત્સાહિત કરી અભિનંદન પાઠવામાં આવ્યા હતા.



















