
વાત્સલ્યમ્ સમાચાર
દિપક પટેલ-ખેરગામ
ખેરગામ ખાતે પોલીસ દ્વારા લવ જેહાદના કેસમાં પકડાયેલ આરોપીનું સરઘસ કાઢવામા આવ્યુ તે દરમિયાન ખેરગામના લોકોયે પોલીસની કામગીરી બિરદાવી હતી અને ફૂલો આપી પોલીસનું સ્વાગત કરવામાં આવ્યુ હતું અને મુસ્લિમ સમાજ દ્વારા પણ સ્વાગત કરવામાં આવ્યું હતું અને આ આરોપીને કડક સજા મળવી જોઈએ આ આરોપીને જોવા લોકોના ટોળા વળી ગયા હતા ખેરગામ તાલુકામાં દુષ્કર્મ અને ધર્મ પરિવર્તનના નિષ્ફળ પ્રયાસનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો હતો. ખેરગામની યુવતી જ્યારે સગીર વયની હતી ત્યારે એક વિધર્મી શખસે લગ્નની લાલચ આપી અવારનવાર દુષ્કર્મ ગુજાર્યું હતું. જ્યારે યુવતીની સગાઇ થઇ તો અંગતપળના વીડિયો મોકલાવી સગાઇ પણ તોડાવી નાખી હતી. આટલેથી ન અટકતાં શખસે ધાકધમકી આપીને મર્ડરના હિન્દુ આરોપી સાથે યુવતીની લગ્ન કરાવ્યા હતા. આ કેસમાં મુખ્ય આરોપી અસીમ નિઝામમિયા શેખને પોલીસે મંગળવારે ઝડપી લઇ 13 જુલાઇ સુધીના રિમાન્ડ મેળવ્યા છે. જ્યારે આજે પોલીસે ખેરગામમાં આરોપીને લઇને આવી તો મુસ્લિમ સમાજે પણ ફટાકડા ફોડી પોલીસની કામગીરીને બિરદાવી હતી અને આરોપીને કડક સજાની માગ કરી હતી.ખેરગામના પરિણીત અને ત્રણ બાળકોના પિતા અસીમ નિઝામમિયા શેખે યુવતી જ્યારે સગીર વયની હતી ત્યારે પ્રેમજાળમાં ફસાવીને અનેકવાર દુષ્કર્મ ગુજાર્યું હતું અને યુવતીની સગાઇ પણ તોડાવી નાખી હતી. ત્યારબાદ શખસે હત્યાના આરોપી એવા રોનક પટેલ સાથે તેનાં લગ્ન કરાવી દીધાં હતાં. આ અંગે ભોગ બનેલી યુવતીએ ખેરગામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જે બાદ નવસારી એલસીબી પોલીસે એક સપ્તાહ બાદ આરોપી અસીમ શેખની મુંબઇથી ગુજરાત આવતાં ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરતા તેના 13 જુલાઇ સુધીના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે



