HALOLPANCHMAHAL

હાલોલ બાયપાસ રોડ પર પ્લાસ્ટિકનાં દાના બનાવતી ફેકટરીમાં લાગી ભીષણ આગ,ફાયર ફાઇટર ઘટના સ્થળે

તા.૧૪.મે

વાત્સલ્યમ સમાચાર

કાદીર દાઢી.હાલોલ

હાલોલ ઓધોગિક વિસ્તારમાં આવેલ પ્લાસ્ટિક બનાવતી ફેકટરીમાં ભીષણ આગ લાગતા આ વિસ્તારમાં અફરા તફરી મચી જવા પામી છે.લાગેલી આગને લઇ ધુમાડાના ગોટેગોટા આકાશમાં ફેલાતા કોઈ ફેકટરીમાં આગ લાગી હોવાની વાત વાયુવેગે ફેલાતા લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા.હાલોલ બાયપાસ રોડ પર આવેલ એક પ્લાસ્ટિકનાં દાણા બનાવતી ફેકટરીમાં આજે બપોરના સુમારે કોઈક કારણસર આગ લાગતા અફરા તફરી નો માહોલ સર્જાયો હતો.જ્યારે તાત્કાલિક ધોરણે બનાવ અંગે ફાયર ફાઇટરની ટીમ ને જાણ કરતાં તાત્કાલિક હાલોલ અને કાલોલ તેમજ પ્રાઇવેટ ફાયર ફાઇટરની ટીમ ઘટના સ્થળે દોડી આવ્યા હતા.અને આગને કાબૂમાં લેવા પ્રાયસો હાથ ધરવામાં આવ્યા હતા.જ્યારે આગે વધુ વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં એક તરફ નો માર્ગ વનવે કરાવ્યો હતો અને પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો.

[wptube id="1252022"]
Back to top button