DHORAJIRAJKOT

ધોરાજીમાં રામનવમી નિમિત્તે ભગવાન શ્રી રામની ભવ્ય શોભાયાત્રા યોજાઈ

તા.૩૧ માર્ચ

વાત્સલ્યમ્ સમાચાર

અમુ સિંગલ જેતપુર

ધોરાજીમાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા આજે રામનવમીના પર્વ નિમિત્તે સવારે રામ મંદિર ખાતે પૂજા અર્ચના અને આરતી કરી ભગવાન રામના દર્શન કરી ભવ્ય શોભાયાત્રા યોજાઈ હતી. આ શોભાયાત્રામાં ૪૦થી વધુ ફ્લોટ્સ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા તેમજ વિવિધ સંસ્થાઓ જય શ્રી રામના નારા સાથે આ‌ શોભાયાત્રામાં જોડાઈ હતી. શોભાયાત્રાના આઈસ્ક્રીમ, કુલ્ફી, ચા-પાણી, ઠંડી છાશ તેમજ શરબતનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ શોભાયાત્રામાં હજારોની સંખ્યામાં રામ ભક્તો જોડાયા હતા અને જય શ્રી રામના નાદ સાથે ધોરાજીમાં ભક્તિમય માહોલ સર્જાયો હતો.

[wptube id="1252022"]
Back to top button