GUJARATHALOLPANCHMAHAL

હાલોલ- સોનાવટી ગામે કળિયૂગી શ્રવણે પિતાની હત્યા કરી ઢીમ ઢાળી દીધુ

રિપોર્ટર. કાદીર દાઢી.હાલોલ

તા.૧૯.૧.૨૦૨૪

હાલોલ તાલુકના સોનાવીટી ગામે પુત્રના હાથે પિતાની કરપીણ હત્યા કરતાં ચકચાર મચી જવા પામી છે. પુત્ર કોઈ કામ ધંધો કરતો ન હોવાથી પિતાએ ઠપકો આપતા આવેશ માં આવેલ પુત્રએ ભેંસ ને બાંધવા માટેના ડેરા વડે માથામાં મારી ઢીમ ઢાળી દેતા હાલોલ ગ્રામ્ય પોલીસે હત્યા નો ગુનો નોંધી હત્યાનો આરોપીને ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દીધો.પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત વિગતો અનુસાર હાલોલ તાલુકના સોનાવીટી ગામે મંદિર ફળીયા માં રહેતા સોમાભાઈ મનસુખભાઇ નાયક ઉ.વ.65 પરીવારમાં એક પુત્રી અને બે પુત્રો છે. તેમાં પુત્રી માં લગ્ન થઇ જતા તે તેના સાસરે રહે છે.જયારે મોટો પુત્ર હિતેશ જે પરણિત છે.અને તે તેના પરિવાર સાથે કામ ધંધા અર્થે બહારગામ રહે છે.જયારે નાનો પુત્ર અર્જુનભાઈ સોમાભાઈ નાયક તેના પિતા સોમાભાઈ સાથે ગામમાં ઘરે રહે છે.અર્જુન કોઈ જાતનો કામ ધંધો કરતો ન હોવાથી તેના પિતા અને ભાઈ સાથે અવાર નવાર ઝગડો થતો હતો.દરમ્યાન ગત રોજ સાંજના સુમારે પુત્ર અર્જુન અને પિતા સોમાભાઈ ને કામ ધંધાને લઇ બોલાચાલી થઇ હતી જેમાં અર્જુને તેના પિતા સોમાભાઈ ને ભેંસ ને બાંધવા માટેના ડેરા વડે માથામાં મારી દેતા સોમાભાઈ લોહી લુહાણ થઇ જમીન પર ફસડાઈ પડ્યા હતા.બુમાબુમ થતા લોકો ઘટના સ્થળે દોડી આવી 108 એમ્બ્યુલન્સ દ્વારા ઇજાગ્રસ્ત સોમાભાઈ ને સારવાર અર્થે હાલોલ સરકારી દવાખાને લાવવામાં આવ્યા હતા.જ્યાં ફરજ પરના ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા.સોનાવીટી ગામે પુત્રના હાથે પિતાની કરપીણ હત્યા ના બનાવ અંગે જાણ થતા હાલોલ ગ્રામ્ય પોલીસ મથક ના પીઆઇ આર.એ.જાડેજા તેમની ટીમ સાથે ઘટના સ્થળે દોડી આવ્યા હતા.બનાવ અંગે સોમાભાઈનાં મોટા પુત્ર હિતેશ નાયકે હાલોલ ગ્રામ્ય પોલીસ મથકે તેના સાગા ભાઈ અર્જુન સામે ફરિયાદ નોંધાવતા પોલીસે હત્યા નો ગુનો નોંધી આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

[wptube id="1252022"]
Back to top button