
2 મે વાત્સલ્યમ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા
ગુજરાત સ્થાપના દિન પહેલી મે ના રોજ વિશ્વ ગુજરાતી સમાજ જેના મુખ્ય સંવર્ધક તરીકે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી હોય છે, તેના પ્રમુખ શ્રી સી.કે.પટેલ તથા યુથ વિંગના કન્વીનર પૌરસ પટેલ દ્વારા શ્રી મહેશભાઈ મહેતા ને ગૌરવશાળી ગુજરાતી -2023 ગૌરવ પત્રથી સન્માનિત કરવામાં આવ્યા.જેઓ સમગ્ર શિક્ષા અભિયાન કચેરી , ગાંધીનગર ખાતે સચિવશ્રી તરીકે ઉત્તમ ફરજ નિભાવવા ની સાથે શિક્ષણ ક્ષેત્રે 100 કરતાં વધુ ઈનોવેશન નું નિર્માણ અને અમલીકરણ કરવામાં સફળ રહ્યા છે.આ મૂલ્યવાન એવોર્ડ મેળવનાર ગુજરાત રાજ્યના લબ્ધપ્રતિષ્ઠિત નાગરિકો, ઉદ્યોગપતિઓ, સંશોધકો, વિચારકો, સાહિત્યકારો તથા કલાકારો ની યાદીમાં પોતે સન્માનિત કરાયા હતા.સરળ અને સાલસ વ્યક્તિત્વ ધરાવતા મહેશભાઈ મહેતા ને આ ગૌરવ પત્રથી સન્માનિત કરવામાં આવ્યા તે બનાસકાંઠા જિલ્લાનું નામ રોશન કર્યું છે તે બદલ પાંત્રીસી બ્રહ્મ સમાજ ગૌરવની લાગણી અનુભવી રહ્યો છે



