મોરબી મા નવયુગ સંકુલમાં (ધો. ૮ થી ૧૨ ની) વિદ્યાર્થીનીઓને સેલ્ફ ડીફેન્સ તાલીમનો કાર્યક્રમનું આયોજન

મોરબી મા નવયુગ સંકુલમાં (ધો. ૮ થી ૧૨ ની) વિદ્યાર્થીનીઓને સેલ્ફ ડીફેન્સ તાલીમનો કાર્યક્રમનું આયોજન રીપોર્ટર ઘવલ ત્રિવેદી વાત્સલ્યમ્ સમાચાર
મોરબી માં વિશ્વ ન્યાય દિવસ નિમિતે નવયુગ સંકુલ વીરપર ખાતે (ધોરણ ૮ થી ૧૨ ની) વિદ્યાર્થીનીઓને સેલ્ફ ડીફેન્સ તાલીમ આપવા માટેનો કાર્યક્રમ યોજાયો હતો
નવયુગ સંકુલ વીરપર (મોરબી) ખાતે વિશ્વ ન્યાય દિવસ નિમિતે ડીસ્ટ્રીકટ લીગલ ઓથોરીટી મોરબીના સેક્રેટરી ગઢવી સાહેબ (જજ સાહેબ), દ્વારા (ધો. ૮ થી ૧૨ ની) વિદ્યાર્થીનીઓને આત્મરક્ષણ કેવી રીતે કરવું તેના વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું સાથે જ તેમની સાથે ઉપસ્થિત રહેલ સુરેશભાઈ રાયકા (પી.એમ.વી) કાનૂની માર્ગદર્શક મોરબી, નીશીતભાઈ ઘેટિયા (જુનીયર એડવોકેટ) જેઓએ આત્મરક્ષણ માટેની વિશેષ સમજ આપી હતી
આ તકે મનીષભાઈ અગ્રાવત (ડાયનેમિક કરાટે) દ્વારા વિદ્યાર્થીનીઓને આત્મ રક્ષણ અનુસંધાને પ્રેક્ટીકલ નોલેજ પૂરું પાડવામાં આવ્યું હતું કાર્યક્રમને સફળ બનવા સંસ્થા પ્રમુખ પી ડી કાંજીયાના માર્ગદર્શન હેઠળ મેનેજીંગ ટ્રસ્ટી બી એસ સરસાવાડિયા, પ્રિન્સીપાલ વાય કે રાવલ અને વી એન વરમોરા સહિતની ટીમે જહેમત ઉઠાવી હતી