GUJARATHALOLPANCHMAHAL

હાલોલ:વડોદરાના ગૌપાલકો દ્વારા બનાવવામાં આવેલી ૧૦૮,ફૂટ લાંબી અગરબત્તી હાલોલ ખાતેથી પસાર થતા સાધુ સંતો અને નગરજનો દ્વારા સ્વાગત કરાયું

રિપોર્ટર. કાદીર દાઢી.હાલોલ

તા.૧.૧.૨૦૨૪

વડોદરાના ગૌપાલકો દ્વારા બનાવવામાં આવેલી ૧૦૮,ફૂટ લાંબી અગરબત્તી રવિવારના રોજ વડોદરા થી અયોધ્યા ખાતે રવાના કરવામાં આવી હતી.જે અગરબત્તી ૧૧૧, ફૂટ લાંબા રથમાં સોમવારના રોજ બપોરે હાલોલ બાયપાસ ખાતે આવી પહોંચતા હાલોલ નગર તેમજ આસપાસના લોકો અગરબત્તીના સ્વાગત માટે મુખ્ય માર્ગ ની બંને બાજુ જાણે કે રામ ભક્તોનો હુજુમ ઉમટી પડ્યો હોય તેમ લાગતું હતું.અયોધ્યામાં બની રહેલ ભવ્ય રામ મંદિરમાં પ્રભુ શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા ૨૨, જાન્યુઆરી એ યોજનાર છે. જેમાં વડોદરામાં બનેલ અગરબત્તીની સુગંધ ભળશે ગૌપાલકો દ્વારા ૧૦૮ ફૂટ લાંબી મહાકાય અગરબત્તી ગતરોજ વૈદિક મંત્રોચ્ચાર સાથે ૧૧૧ ફૂટ લાંબા શણગારેલા રથમાં રવાના કરવામાં આવી હતી.અગરબત્તી થી સવાર રથ હાલોલ નગર ખાતેથી બપોરના સમયે આવી પહોંચતા મોટી સંખ્યામાં રામ ભક્તો ભવ્ય અગરબત્તીના સ્વાગત અર્થે તેમજ તેના દર્શનાર્થે મોટી સંખ્યામાં આવી પહોંચ્યા હતા.જ્યારે હાલોલ ગોધરા બાયપાસ રોડ પર આવેલ શ્રી સ્વામીનારાયણ નિષ્ઠા વિદ્યામંદિર નાં સંત શ્રી કેશવ સ્વરૂપદાસ મહારાજ તેમજ સંત શ્રી સંત પ્રસાદ સ્વામી તેમજ નગરજનો દ્વારા આ ભવ્ય અગરબત્તી થી સવાર રથનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.આ સમયે ત્યાંનો માહોલ રામ મય બની ગયો હતો જ્યારે રથ જ્યાંથી પસાર થઈ રહ્યો હતો તે માર્ગ પર જોર શોર થી ચારે કોર જય જય શ્રી રામના ગગન ભેદી નારા સંભળાતા હતા.

[wptube id="1252022"]
Back to top button