કોડીનારની બાવાના પીપળવા તેમજ જંત્રાખડી પ્રા.શાળાઓમાં પ્રકૃતિનું જતન અને પર્યાવરણની જાળવણી, એ જવાબદારી આપણી એ વિષય પર સેમિનાર યોજાયો.

તાલુકા કાનુની સેવા સમિતિ, વન વિભાગ અને ત્રિનેત્ર ફાઉન્ડેશન & ચેરીટેબલ ટ્રસ્ટ કોડીનારના સંયુક્ત ઉપક્રમે બાવાના પીપળવા તેમજ જંત્રાખડી પ્રાથમિક શાળા મુકામે નાના ભૂલકાઓ ને પર્યાવરણ અને તેનો આધાર તેમજ ભૂલકાઓ ને બાળ વાર્તા દ્વારા અનોખી રીતે છોડ નું વિતરણ કરવું તેમજ તેની રોપણી કરવી તેમ સમજાયું. તેમજ વુક્ષ આપણે લાકડું,ફળ,ફૂલો,અને ગુંદર જેવી પેદાશો આપે છે આપણે પ્રકૃતિના સર્વ તત્ત્વોની પૂજા કરીએ છીએ.વૃક્ષો પર્યાવરણ માટે અનિવાર્ય રીતે અગત્યના છે.જે હવામાંથી કાર્બન ડાયોક્સાઇડ શોષી લેવાનું કામ કરે છે.તેમાં મોટી સંખ્યા માં બાળકો એ ભાગ લીધો હતો અને સ્લોગનો આપ્યા હતા.તેમજ પર્યાવરણ કાયદાઓ વિશે સમજવામાં આવ્યા હતા. પી.એલ.વી શ્રી પ્રકાશ જે મકવાણા, મોહિત દેસાઇ, રવિ સોસા અને ત્રિનેત્ર ફાઉન્ડેશન ના સભ્ય શ્રી ધર્મરાજ ચાવડા,અને જયદિપ ગોસ્વામી તેમજ સામાજિક વનીકરણ રેન્જ કોડીનાર ના વન કમી,તેમજ શાળાનો સ્ટાફ હાજર રહ્યા હતા.






