
રીપોર્ટ : બિમલ માંકડ – પ્રતીક જોશી
ભુજ : તા. ૨૨/૦૧/૨૪ ના રોજ અયોધ્યા મધ્યે શ્રી રામ મંદિર તેમજ રામ લલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા સમારોહના ભાગરુપ ગત સાંજે સમગ્ર કચ્છના રાજાસાહી સમયના અતિ પ્રાચીન રઘુનાથજી મંદિર, ભુજ મધ્યે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ-કચ્છના તમામ સંવર્ગોના સંયુક્ત ઉપક્રમે રામોત્સવ ભક્તિ સંગીત સમારોહ રાખવામાં આવેલ હતો. જેમાં સૌપ્રથમ લોક સાહિત્યકાર તેમજ ભજનીક અને રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ-કચ્છ ગ્રાન્ટેડના સહમંત્રી શ્રી હરિભાઈ ગઢવી દ્વારા ભજન, દુહા તેમજ સ્વ રચિત કાવ્ય દ્વારા મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રીરામના આદર્શ, સિદ્ધાંત, સદગુણો,સદાચાર, વિનય,વિવેક,સમત્વ,સમભાવને એક તત્વ તરીકે આત્મસાત કરવાની સંગીતમય રીતે વાત કરી હતી. તેમને રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ કચ્છ ટીમ દ્વારા રાષ્ટ્રવાદી પુસ્તક વડે સન્માનિત કરવામાં આવેલ હતા. ત્યારબાદ રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ-કચ્છ સરકારી કોષાધ્યક્ષ શ્રી અમોલભાઈ ધોળકીયાએ શ્રી નારાયણની ધૂનથી સૌ ભકતજનોને ભાવવિભોર કર્યા હતા. મહિલા મંડળે રામ ધૂન દ્વારા રામમય વાતાવરણ ઉભુ કરેલ હતુ. ઉપસ્થિત સૌ કોઈ ભક્તિ રસમાં તરબોળ બન્યા હતા. રામોત્સવ સંગીત સમારોહના અંતે નવ સંવર્ગ પ્રાંત મંત્રી મુરજીભાઈ ગઢવીએ રામ જન્મભૂમિનો સેંકડો વર્ષોનો સંઘર્ષ, લાખો ભક્તોના બલિદાનો બાદ ભગવાન શ્રી રામનુ દિવ્ય અને ભવ્ય મંદિર તેમજ રામ લલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાના ભવ્યાતિભવ્ય તેમજ દિવ્યાતિદિવ્ય ઉત્સવને મહોત્સવ કઇ રીતે બનાવી શકાય એ બાબતે પ્રકાશ પાડ્યો હતો. આ સમગ્ર કાર્યક્રમનુ પૂર્વ આયોજન અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ-કચ્છ ગ્રાન્ટેડના અધ્યક્ષ અલ્પેશભાઈ જાનીએ કરેલ હતુ, જેમા પ્રસાદના દાતા તરીકે ગ્રાન્ટેડ માધ્યમિક મહામંત્રી ધર્મેન્દ્રભાઈ પરમાર રહ્યા હતા. આ સમગ્ર સમારોહમાં માધ્યમિક સરકારી સંવર્ગ અધ્યક્ષ નયનભાઈ વાંઝા, મહામંત્રી શૈલેન્દ્રસિંહ જાડેજા, પ્રાથમિક સરકારી મહામંત્રી રમેશભાઈ ગાગલ, પ્રાથમિક ગ્રાન્ટેડ રાજ્ય પ્રતિનિધિ તિમિરભાઇ ગોરનો સહકાર સાપડ્યો હતો. મોટી સંખ્યામાં માતૃશકિત પણ આ કાયૅક્રમ માં જોડાઈ હતી. સંગીત સમારોહના અંતે સમગ્ર અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ-કચ્છના તમામ હોદ્દેદારશ્રીઓ દ્વારા રઘુનાથજી મંદિરના પૂજારી શ્રી હરેશભાઈ વ્યાસ તેમજ સુનિલભાઇ વ્યાસને ભારત માતાની છબી આપી અભિવાદન કરેલ હતુ.
[wptube id="1252022"]



