
15 ફેબ્રુઆરી વાત્સલ્યમ્ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા
પાલનપુર ખાતે ઉપાસના વિદ્યાલયમા તા.14 અને 15 ના ગુજરાતી અને અંગ્રેજી માધ્યમનો માતૃ-પિતૃ વંદના કાર્યક્રમ યોજાયો. ભારતીય સંસ્કૃતિના મૂલ્યોનું બાળકોમાં સંસ્કરણ થાય અને વર્તમાન સમયમાં બાળકો પોતાના જીવનમાં માતા-પિતાનું અમૂલ્ય યોગદાન સમજે અને તેમનો આદર કરે તે હેતુથી શાળામાં કાર્યક્રમનું આયોજન કરાયું હતું.જેમાં બાળકોએ માતા-પિતાનું મહત્વ સમજાવતી વિવિધ કૃતિઓ રજૂ કરી હતી. કાર્યક્રમમાં સંસ્થાના વાલીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે શ્રી ગીરીશભાઇ ઠાકર , શ્રી ગજાનનભાઈ જોષી તથા પી.આઇ. શ્રીગોસ્વામી સાહેબ, સરકારી વકીલશ્રી ગોસ્વામી સાહેબ તથા ગાયત્રી પરિવારમાંથી સભ્યો હાજર રહ્યા હતા. કાર્યક્રમમાં ટ્રસ્ટીશ્રી તથા સંસ્થાના આચાર્યશ્રીઓ તથા કાર્યકરો જોડાયા હતા. કાર્યક્રમનું સંચાલન શ્રીમતી અર્પણાબેન તથા અંજલિબેને કર્યુ હતુ.



