કારગિલ દિવસ વિજય દિવસ નિમિતે શ્રી દયાનંદ માંજી સૈનિક પરીવાર દ્વારા મિતાણા સ્થિત આર્ય પેલેસ હોટેલ ખાતે વિશેષ ઉજવણી કરી હતી.

કારગિલ દિવસ વિજય દિવસ નિમિતે શ્રી દયાનંદ માંજી સૈનિક પરીવાર દ્વારા મિતાણા સ્થિત આર્ય પેલેસ હોટેલ ખાતે વિશેષ ઉજવણી કરી હતી.
26 જુલાઈના રોજ કારગિલ વિજય દિવસ ઉજવાય છે ત્યારે ટંકારા તાલુકાના શ્રી દયાનંદ માજી સૈનિક સંગઠન દ્વારા ઉજવણી નાં ભાગ રૂપે મિતાણા ખાતે આર્ય પેલેસ હોટેલ ખાતે ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો

રાષ્ટ્રગીત સાથે શરૂ થયેલ કાર્યક્રમમાં એકતા, અખંડિતતા, સમરસતા, જેવા વિષય થકી પરિવાર, સામાજીક તથા રાષ્ટ્રિય મુદ્દાઓની ચર્ચા કરી આજના યુવાનોને દેઝદાઝ પ્રજ્વલિત કરવા જ્યોત ઝલાવી હતી કાર્યક્રમની અંતે ભારત માતા અને વંદે માતરમ્ ના ગગનભેદી નારા સાથે પુર્ણ કર્યો હતો.

આ તકે મોરબી માર્કેટ યાર્ડના ચેરમેન ભવાનભાઈ ભાગિયા તાલુકા પંચાયત પ્રમુખ પ્રતિનિધિ પ્રભુભાઈ કામરીયા, કારોબારી ચેરમેન અરવિંદભાઇ દુબરીયા ટંકારા સર્કલ ઓફિસર કેતન બુશા ટંકારા ભાજપ સંગઠનના પ્રમુખ કિરીટભાઈ અંદરપા મહામંત્રી ગણેશભાઈ પટેલ મહામંત્રી રૂપસિંહ ઝાલા, યુવાનેતા એડવોકેટ સંજય ભાગિયા, હસુભાઈ દુબરીયા ઉત્તમ ગુર્પ તેમજ ભરત ભાઈ વડઘસીયા મુખ્ય વક્તા સહિતના યુવાનો વડીલ મોરબીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના અંતમાં માજી સૈનિક ગુર્પના પ્રમુખ ચેતનભાઈ પટેલ, ઉપપ્રમુખ ખોડાભાઈ ઝાપડા, પનારા રાવળદેવ સહિતના સૈનિકોએ આમંત્રણને માન આપીને પધારેલાનો આભાર વ્યક્ત કર્યો હતો.








