KALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલ માં હઝરત સૈયદના ઉસ્માન ગનીના ઉર્સ ની ઉજવણી ધાર્મિક વાતાવરણ માં હર્ષોલ્લાસ સાથે કરાઇ

તારીખ ૦૮/૦૭/૨૦૨૩

સાજીદ વાઘેલા કાલોલ

કાલોલ શહેરમાં ઇસ્લામ ધર્મના ત્રીજાં ખલીફા અમીરૂલ મો’મેનીન હઝરત સૈયદના ઉસ્માન ગનીના ઉર્સની ઉજવણી અંતર્ગત જૂલુસ કાઢી ધાર્મિક વાતાવરણમાં હર્ષોલ્લાસ સાથે કરવામાં આવી હતી જેમાં વડોદરાના ખાનકાહે એહલે સુન્નત ના માર્ગદર્શન હેઠળ કાલોલ જુમ્મા મસ્જીદ ખાતેથી અજીમે મિલ્લત ફ્રેન્ડ સર્કલ દ્વારા રાત્રીના દસ વાગ્યાના સુમારે યોજાયેલા જુલૂસમાં મુસ્લિમ બિરાદરો મોટીસંખ્યામાં જોડાઇને ભારે ઉત્સાહભેર ઇસ્લામ ધર્મના ત્રીજાં ખલીફા અમીરૂલ મો’મેનીન હઝરત સૈયદના ઉસ્માન ગનીની યાદમાં આ ઉર્સની ઉજવણી કરવામાં આવી હતી.જેમાં મુસ્લીમ વિસ્તારોનાં મુખ્ય માર્ગો પર થઇ પરત નુરાની ચોક જુમ્મા મસ્જિદ ખાતે આવી પહોચ્યું હતું અને ત્યારબાદ હઝરત સૈયદ અમીરુલ મોમીનન હઝરત સૈયદ ઉસ્માન ગની રદીઅલ્લાહો અન્હો ની શાનમાં વાયઝનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કાલોલ જુમ્મા મસ્જીદના ખતીબો ઇમામ મોલાના સિબતૈનરઝા અશરફી દ્વારા ઇસ્લામના ત્રીજાં ખલીફા હઝરત સૈયદ ઉસ્માન ગની ની શાનમાં અનોખાં અંદાજમાં ચોટદાર પ્રંકાશ પાડતું બયાન કરી જલસામાં ઉપસ્થિત લોકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા વાયઝ ના કાર્યક્રમનાં અંતે સલાતો સલામ અને દુવા કરવામાં આવી હતી અને ત્યાબાદ અજીમે મીલ્લત ફ્રેન્ડ સર્કલ દ્વારા નિયાજ તકસિમ કરાઇ હતી.

[wptube id="1252022"]
Back to top button