થરા જે.વી.શાહ રેફરલ હોસ્પિટલ માં લેફ્ટ ઓવિરિયન માસ (ગાંઠ) નું સફળ ઓપરેશન કરવામાં આવ્યું.
શ્રી જે.વી.શાહ.રેફરલ હોસ્પિટલ ના અધિક્ષક ડૉ.ભરત ચૌધરી ભગવાનનું બીજુ સ્વરૂપ કહેવાય.....શ્રવણજી ઠાકોર થરા.

કાંકરેજ તાલુકાના વહેપારી મથક થરા ખાતે આવેલ શ્રી જે.વી.શાહ રેફરલ હોસ્પિટલ કે જે તેની ગુણવત્તા સભર સેવાઓ માટે આખા પંથકમાં જાણતી છે.જેમાં અધિક્ષક ડૉ.ભરત ચૌધરી, ડૉ. અંસારી, ડો.અશોક ગૌસ્વામી, ડૉ.વિનય ત્રિવેદી સહિત તેમની ટીમ ખડે પગે રહી દરરોજની લગભગ ૨૬૦ દર્દીઓની તપાસ કરી સેવા કરી રહ્યા છે.જો કોઈ દર્દીને ઓપરેશનની જરૂર જણાય તો મંગળવાર તથા શુક્રવારના રોજ ઓપરેશ કરી દર્દીઓને તથા પરિવારને રાહત આપે છે.ત્યારે અધિક્ષક ડૉ.ભરત ચૌધરી, આસિસ્ટન્ટ ડૉ.વિનય ત્રિવેદી, ડો.અંસારી,સ્ટાફ નર્સ આરાધના ચૌહાણે કાંકરેજ તાલુકાના વડા ના તારોડીયા શારદાબેન રામાજી (ઠાકોર) ઉ.વર્ષ આ.૫૫ ના ડાબી બાજુના અંડાશયની ૧.૫ કી.ગ્રામ ની ૨૩x૨૦x૮ સે.મી.ગાંઠ (લેફ્ટ ઓવિરિયન માસ) નું સફળ ઓપરેશન કરી બાયોપ્સી રીપોર્ટ
માટે અમદાવાદ મોકલવામાં આવી હતી. આ અંગે દર્દીના સાગાએ જણાવ્યું હતું કે મારી માને પેટમાં દુખાવો થતા રેફરલ હોસ્પિટલ થરા ખાતે ડો.ભરતભાઈ સર્જન પાસે સારવાર અર્થે લાવતા દર્દીને સોનોગ્રાફી કરતા જાણવા મળ્યું કે પેઢુંના ભાગમાં મોટી ગાંઠ
છે.જેનું સિટીસ્કેન કરતા ખબર પડી કે ડાબી બાજુના અંડાશયનું કેન્સર છે. જે આંતરડા સાથે ચોંટી ગયેલ છે.જેથી દર્દીને તા.૦૨/૦૫/૨૦૨૪ ના રોજ દાખલ કરી જરૂરી લેબોરેટરી ટેસ્ટ કરી આજરોજ તા.૦૩/૦૫/૨૦૨૪ ને શુક્રવારના રોજ સવારે ઓપરેશન કરવામાં આવેલ જેમાં ઓપરેશન થી આંતરડા છુટા પાડી સફળ રીતે ઓપરેશન કરેલ જે ગાંઠ અંડાશયના કેન્સરની ગાંઢ છે.જેનું વજન ૧કિલો ૫૦૦ ગ્રામની ગાંઠનું એક પણ પૈસાના ખર્ચ વગર સફળ ઓપરેશન કરતા અમોએ રાહત અનુભવી ડો.ભરતભાઈ ચૌધરી,પ્યુન ઉંમર પીલુડિયા, લીલાબેન મકવાણા,મહેશ મેમદાવાદીયા સહિતની ટીમનો જેટલો આભાર વ્યક્ત કરીએ તેટલો ઓછો છે.
નટવર.કે.પ્રજાપતિ,થરા




