VALSADVALSAD CITY / TALUKO

વલસાડમાં મૂક- બધીર યુવકોની ક્રિકેટ ટૂર્નામેન્ટમાં વલસાડની ટીમ વિજેતા, સુરતની ટીમ રનર્સ અપ રહી

ટુર્નામેન્ટમાં દક્ષિણ ગુજરાતની કુલ ૮ ટીમોએ ભાગ લીધો હતો.

વલસાડ તા. ૨૬ ફેબ્રુઆરી

વલસાડના તિથલ રોડ સ્થિત કુસુમ વિદ્યાલયના મેદાન પર એસોશીએશન ઓફ ડેફ એન્ડ ડમ્બ દ્વારા તા. ૨૫ ફેબ્રુઆરીને રવિવારે મૂક- બધીર યુવકો માટે ક્રિકેટ ટૂર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ટુર્નામેન્ટમાં દક્ષિણ ગુજરાતની કુલ ૮ ટીમોએ ભાગ લીધો હતો. જેમાં સુરત જિલ્લાની ટીમ રનર્સઅપ અને વલસાડ જિલ્લાની  ટીમ ચેમ્પિયન – વિજેતા બની હતી. વિજેતા ટીમને રૂા. ૧૨,૦૦૦ અને રનર્સઅપ ટીમને રૂા.૭૦૦૦ રોકડ પુરસ્કાર  અને ટ્રોફીથી પુરસ્કૃત કરવામાં આવી હતી. આ ટૂર્નામેન્ટમાં ૨૦૦ જેટલા મૂક- બધીર ભાઈઓ ઉપસ્થિત રહ્યા હતા.  કુસુમ વિદ્યાલયના સ્પોર્ટસ શિક્ષકો દ્વારા ટુર્નામેન્ટનું અમ્પાયરીંગ કરવામાં આવ્યું હતું. સમગ્ર ટુર્નામેન્ટનું સફળ  સંચાલન કુસુમ વિદ્યાલયના નિયોજક વિવેકભાઈ દેસાઈ દ્વારા કરવામાં આવ્યું હતું.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button