KALOL : ડેરોલગામ બિલિયાપુરાનાં ગણેશયુવક મંડળના ભાવિક ભક્તો દ્વારા શ્રી ગણેશજીનું ભાવપૂર્વક પૂજન.

તારીખ ૨૬/૯/૨૦૨૩
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ તાલુકાનું ડેરોલગામ વર્ષોથી ધાર્મિક ઉત્સવમાં પ્રથમ સ્થાને હોય છે. પછી નવરાત્રીનાં માટલી ગરબા, મહાશિવરાત્રીની શોભાયાત્રા,નંદ મહોત્સવનો મેળો હોય,હનુમાન જયંતી,ગૌરીવ્રત,ગણેશ મહોત્સવ પૂજન, પ્રસંગ નિમિત્તે સમસ્ત ગામ એક સ્થળે એકત્રિત થઈ ધામધૂમ પૂર્વક ભૂદેવના મંત્રોચ્ચારથી પૂજા અર્ચના કરી ઉત્સાહને આનંદ પૂર્વક ઉજવતા હોય છે.
પરંપરાગત ડેરોલગામના ભાવિક ભક્તો શાંતિપૂર્ણ માહોલમાં ધાર્મિક ઉત્સવોને ઉજવતા હોય છે. હાલ શ્રી ગણેશજીની પ્રતિમાન નું પણ ડેરોલગામ શ્રી નીલકંઠ મહાદેવના પટરાગણમાં તેમજ બીલીયાપુરા ખાતે શ્રી ગણેશજીની પ્રતિમાની સ્થાપના કરી દસ દિવસ ગામના બાળકો તેમજ વડીલો દ્વારા ભૂદેવના મંત્રો ઉચ્ચારથી પૂજન કરવામાં આવતું હોય છે. બંને સ્થળો પર શ્રી ગણેશજીની પૂજા અર્ચના કરવા માટે ભાવિક ભક્તો શિસ્ત બદ્ધ પૂર્વક જડાઈ ઉત્સવનો લાભ લેતા હોય છે. ડેરોલગામમાં ગણેશ ચતુર્થી થી ગણેશ ચૌદસ સુધી દસ દિવસ સવાર સાંજ શ્રી ગણેશજીની આરતી કરવામાં આવે છે. નિત્ય સાંજે ગામના બાળકો તેમજ વડીલો દ્વારા પૂજા અર્ચના કરવામાં આવતી હોય છે. તદુપરાંત ઉત્સવના દસ દિવસ દરમિયાન સાંજે પૂજા અર્ચના પૂર્ણ થયા બાદ બાળકોને સંગીત ખુરશી, ખો-ખો, લીંબુ ચમચી, કોથળાદોડ, રસ્સા ખેંચ,ડબ્બા ફોડ,જેવી વિવિધ રમતોનું આયોજન કરી બાળકોના રમતોઉહોત્સવમાં પણ વધારો કરવામાં આવતો હોય છે. જ્યારે વિજેતા બાળકોને યુવક મંડળો દ્વારા ઇનામ આપી પ્રોત્સાહન કરવામાં આવતું હોય છે. દસ દિવસ દરમિયાન બાળકો દ્વારા બનાવેલા રંગબેરંગી પુષ્પોના ફૂલહારથી તેમજ દરોવની માળા બનાવી ભગવાન શ્રી ગણેશજીને તેમને અર્પણ કરવામાં આવતી હોય છે. તેમજ દસ દિવસ દરમિયાન જાત જાતની અને ભાત ભાતની વાનગીઓ ધરાવી ભગવાન શ્રી ગણેશજીના ૫૬ ભોગ ધરાવામાં આવતા હોય છે. તદુપરાંત નવમા દિવસે ભગવાન શ્રી ગણેશજી સમક્ષ સત્યનારાયણ ભગવાનની કથા નું આયોજન કરી શ્રદ્ધાળુઓ દ્વારા કરવામાં આવેલ મહાપ્રસાદીનો સ્થાનિક ભાવિક ભક્તો સાથે બેસી મહાપ્રસાદિનો લાભલે છે. જ્યારે દસમા દિવસે ભગવાન શ્રી ગણેશજી ને પૂજા અર્ચના કરી ગામમાં શોભાયાત્રા નીકળતી હોય છે અને બપોર બાદ ભગવાન શ્રી ગણેશજીનું નજીકના પાણીના સ્થળે વિસર્જન કરવામાં આવતું હોય છે.









