અકસ્માત ની શક્યતાઓ વાળા ગોધરા-હાલોલ હાઇવે પરના ગેરકાયદેસર ડીવાઈડર ના કટ બંધ કરવામા આવ્યા.

તારીખ ૧૯/૦૩/૨૦૨૪
સાજીદ વાઘેલા કાલોલ
હાલોલ શામળાજી હાઇવે ઉપર ઘણા ઠેકાણે ડિવાઈડર પાસે ગેરકાયદેસર રીતે કટ પાડી અવર-જવરનો રસ્તો બનાવેલ છે જેને કારણે અકસ્માતો સર્જાય છે અને મહામુલા માનવજીવોને નુકસાન થાય છે. ગોધરા થી હાલોલ હાઈવે નં ૫ પર આવા ગેરકાયદેસર ૧૧ જેટલા રસ્તા (કટ) બનાવેલ છે . જે પૈકી કાલોલ મા નીલકંઠ કોલેજ પાસે, બેઢીયા પ્રાથમિક શાળા થી સો મીટર દુર ખડકી તરફ જતા, જલારામ મંદીર પાસે, ઘોડા બસ સ્ટેન્ડ સામે, કાસીમાબાદ સોસાયટી પાસે આવા કટ આવેલા છે.જે સ્થળોએ અકસ્માત થવાની શક્યતાઓ રહેલી છે તેવા ૧૧ સ્થળોએ આવા કટ બંધ કરવા જીલ્લા પોલીસ અધિક્ષક દ્વારા આપેલ સુચના મુજબ પ્રાદેશિક મેનેજર હાલોલ શામળાજી હાઇવે ટોલ લી. ના કર્મચારીઓ દ્વારા કાલોલ ની કાસીમાબાદ સોસાયટી પાસે રેલીંગ તોડી ને બનાવેલ કટ ને બંધ કરવાની કામગીરી કાલોલ પોલીસ સ્ટેશન ના પીએસઆઈ સી બી બરંડા તેમજ ટાઉન પોલીસ ના ભાવેશભાઈ તેમજ પોલીસ સ્ટાફ ની હાજરી મા કરવામાં આવ્યુ હતુ અને રેલીંગ બંધ કરી વચ્ચેના ભાગે સીમેન્ટ કોંક્રિટ ની પાળી બનાવવામાં આવી હતી.










