

ગુજરાત રાજ્ય સરકાર દ્વારા જળ એજ જીવન અંતર્ગત સુજલામ સુફલામ જળ અભિયાન – ૨૦૨૩ યોજના થકી સમગ્ર ગુજરાત માં પાણી બચાવવા નાં અભિયાન ને વેગ આપવામાં આવી રહ્યું છે.
ત્યારે શિનોર તાલુકાના ઉત્તરાજ ગામ ખાતે સુજલામ સુફલામ જળ અભિયાન – ૨૦૨૩ નાં ધારા સભ્ય અક્ષય પટેલનાં તાલુકા પંચાયત પ્રમુખ સચિન પટેલના હસ્તે ભૂમિ પૂંજન કરી શ્રીગણેશ કરાયા.
કાર્યક્રમની શરૂઆતમાં ઉતરાજ પ્રાથમિક શાળા ની વિદ્યાર્થીનીઓ દ્વારા સ્વાગત ગીત ગાઈ આવેલ મહેમાનોનું સ્વાગત કરાયું.
ત્યાર બાદ ખાસ ઉપસ્થિત ગુજરાત વિધાનસભાનાં મુખ્ય દંડક બાળકૃષ્ણ ખંડેરાવ શુક્લ દ્વારા ગુજરાત સરકાર શ્રી ની સુજલામ સુફલામ જળ અભિયાન ની વિસ્તૃત માહિતી આપી હતી.
વાત કરીએ તો ઉતરાજ ગ્રામ પંચાયત નાં યુવા સરપંચ હરિકૃ્ણ પટેલ ઉર્ફે ( જીગા ભાઈ ) દ્વારા ઉતરાજ ગામનાં વિકાસ માં મહત્વ નું યોગદાન આપવામાં આવ્યું છે.તેમજ ઉતરાજ ગામને વિકાસ ની હરણફાળ ગતિએ પ્રગતિ તરફ લઈ જઈ રહ્યા છે.
આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ગુજરાત વિધાનસભાનાં મુખ્ય દંડક બાળકૃષ્ણ ખંડેરાવ શુક્લ.કરજણ ધારાસભ્ય અક્ષય ભાઈ પટેલ.પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા.શિનોર તાલુકા પ્રમુખ સચિન પટેલ.ઉપ પ્રમુખ નીરૂપલ સિંહ.કરજણ SDM તેમજ શિનોર તાલુકા પંચાયત તેમજ મામલતદાર સ્ટાફ તેમજ ઉતરાજ ગ્રામ પંચાયત સ્ટાફ.વડોદરા જિલ્લા ડી ડી ઓ સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.
ફૈઝ ખત્રી..શિનોર









