NANDODNARMADA

જીઓરપાટી ગામે માસૂમ બાળકી સાથે દુષ્કર્મ આચરનાર નરાધમને કોર્ટે ૨૦ વર્ષ કેદની સજા ફટકારી

જીઓરપાટી ગામે માસૂમ બાળકી સાથે દુષ્કર્મ આચરનાર નરાધમને કોર્ટે ૨૦ વર્ષ કેદની સજા ફટકારી

રાજપીપલા : જુનેદ ખત્રી

નાંદોદ તાલુકાના જીઓરપાટી ગામે માસૂમ બાળકી સાથે દુષ્કર્મ આચરનાર નરાધમને કોર્ટે ૨૦ વર્ષ કેદની સજા ફટકારી છે

સમગ્ર ઘટનાની વાત કરીએ તો આરોપી ઝાકીરશા ઉર્ફે જાકો ગુલુશા ઉર્ફે ગુલાબશા દિવાન રહે.જીઓરપાર્ટી એ આકામના ફરીયાદી બેનની સગીર વયની બાળકી વર્ષ–૦૬ ફળિયામાં રમતી હતી ત્યારે બાળકીને તેના ઘરે બોલાવી લાવી દરવાજો અંદરથી બંધ કરી બાળકી સાથે શારીરિક અડપલા કરી દુષ્કર્મ આચર્યું હતું

આ કેસ રાજપીપલાની એડી.સેસન્સ કોર્ટના જજ એન.એસ. સીદ્દીકી સાહેબની કોર્ટમાં ચાલી ગયો હતો. જેમાં ફરીયાદી તર્ફે જીલ્લા સરકારી વકીલ જીતેન્દ્રસિંહ જે ગોહીલ નાઓએ ફરીયાદપક્ષે સાહેદો, સાયન્ટીફીક પુરાવાઓ તથા દસ્તાવેજી પુરાવાઓ તેમજ નામદાર હાઇકોર્ટ તથા સુપ્રિમ કોર્ટના જજમેન્ટો તથા લેખીત તથા મોખીક દલીલો રજૂ કરી નામદાર કોર્ટે સદર પુરાવાઓને ધ્યાનમાં રાખી આરોપીને ૨૦ વર્ષની સખત સજા અને ૫૦૦૦ રૂપિયાનો દંડ ફટકાર્યો છે દંડ આરોપી ભરે તો તે રકમ ભોગ બનનારને વળતર તરીકે ચૂકવવા આદેશ કરાયો છે તેમજ ગુજરાત વિકટીમ કપ્પનસેશન એકટ ૨૦૧૯ મુજબ ભોગ બનનારને રૂ.એક લાખ નું વળતર ચુકવવાનો પણ આદેશ કરવામાં આવ્યો છે

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button