
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ
અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ વઘઈ નગર દ્વારા રાણી દુર્ગાવતી ની ૫૦૦ મી જન્મજયંતી નિમિત્તે મિશન સાહસી અંતર્ગત આત્મ સંરક્ષણ અને વુમન અવેરનેસ નો કાર્યક્રમ યોજાયો હતો . આ કાર્યક્રમમાં વઘઈ નગર ના નગરમંત્રી કેશવભાઈ કશ્યપ દ્વારા રાણી દુર્ગાવતી ના વિરત્વ અને પરાક્રમતા વિશે જણાવી ABVP ના મિશન સાહસી અંતર્ગત ચલાવવામાં આવતા કાર્યક્રમ વિશે સૌને માહિતગાર કર્યા હતા . આ કાર્યક્રમમાં પીટીસી કોલેજના આચાર્યશ્રી બી.એમ.રાઉત સર , શિક્ષકગણ , વિજયભાઈ રાઉત સર ના પ્રમુખ પદે ચાલતા ડાંગ જિલ્લા સ્પોર્ટ્સ કરાટે એસોસિએશનના કોચ જ્યોતિબેન પાડવી ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમના અંતે જ્યોતિબેન દ્વારા વિદ્યાર્થી બહેનોને સ્વરક્ષણ માટે તાલીમ આપવામાં આવી હતી .
[wptube id="1252022"]





