MORBIMORBI CITY / TALUKO

મોરબી બ્રહ્મસમાજ ની મહિલાઓ ને THE KERLA STORY મૂવી શો બતાવવામાં આવ્યો..

મોરબીમાં બ્રહ્મસમાજ ની મહિલાઓ માટે આયોજિત THE KERLA STLRY મૂવી શો બતાવવામાં આવ્યો : તમામ બહેનો દીકરીઓ માટે નાસ્તો અને આઈસ્ક્રીમની વ્યવસ્થા પણ કરાઈ..


મોરબી શ્રી પરશુરામ યુવા ગ્રુપ તેમજ પરશુરામ ધામ ટ્રસ્ટ ના સયુંકત ઉપક્રમે બ્રહ્મસમાજના મહિલાઓ અને દીકરીઓ માટે માત્ર રૂપિયા ૫૦ ના ટોકન દર પર મોરબી સ્કાય મોલ પર The Kerala Story મૂવી નો શો યોજાયો હતો.

જેમાં માત્ર બે જ દિવસમાં બહોળી સંખ્યામાં બ્રહ્મસમાજના મહિલાઓ એ બુકિંગ કરાવ્યું હતું અને આ શો નિહાળ્યો હતો તેમજ આ મૂવી ની એક પણ ક્ષણ ચૂકી ન જવાય તે માટે શ્રી પરશુરામ યુવા ગ્રુપ મોરબી અને પરશુરામ ધામ ટ્રસ્ટ દ્વારા મહિલાઓને નાસ્તા ની પણ સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી અને બ્રહ્મ સમાજની મહિલાઓ એ આ શો નિહાળી ને કેરલ માં બનેલ હૈયું હચમચાવી નાખે એવી હકીકતથી વાકેફ થયા હતા.

બ્રહ્મસમાજની મહિલાઓ માટે થયેલ આયોજનમાં મોરબી શ્રી પરશુરામ પરશુરામ યુવા ગ્રુપ ના પ્રમુખ અતુલભાઈ જોષી, ઉપપ્રમુખ કમલભાઈ દવે,ઉપપ્રમુખ અને લીગલ સેલના મહિધરભાઈ દવે, ઉપપ્રમુખ ઋષિભાઇ મહેતા,મહામંત્રી જયદીપભાઈ મહેતા,મહામંત્રી નયનભાઈ પંડ્યા,સહમંત્રી પ્રણવભાઈ ત્રિવેદી,સહમંત્રી વિજયભાઈ રાવલ,સહમંત્રી ધર્મભાઈ રાવલ આઇટી સેલના યગ્નેશ રાવલ,સહમંત્રી વૈભવભાઈ ભટ્ટ, જીગરભાઈ દવે, ગૌરાંગભાઈ દવે,ગૌરવભાઈ રાવલ,હર્ષ જાની સંકલન સમિતિના નીરજભાઈ ભટ્ટ, ચિંતનભાઈ ભટ્ટ,ભાર્ગવભાઈ દવે તેમજ પરશુરામ યુવા ગ્રુપ ની સમગ્ર ટીમ એ ભારે જહેમત ઉઠાવી હતી જેમાં મોરબી પરશુરામધામ ટ્રસ્ટ ના પ્રમુખ ભુપતભાઈ પંડ્યા,અનિલભાઈ પંડ્યા ,સમસ્ત બ્રહ્મસમાજ યુવક મંડળના પ્રમુખ નરેન્દ્રભાઇ મહેતા એ હાજરી આપી હતી આ તકે તમામ બ્રહ્મસમાજ ના બહેનો દીકરીઓને પરશુરામ યુવા ગ્રુપ દ્વારા ઊંડાણ પૂર્વક ની માહિતી આપી સોશ્યલ મીડિયા થી જાગૃત રહેવા અને કાયદાકીય સલાહ મેળવવા માટે પ્રોત્સાહિત કર્યા હતા.

[wptube id="1252022"]
Back to top button