કાલોલ ના બેઢીયા નજીક ધુળાખાતુની મુવાડી ની સીમમાં હારજીતનો જુગાર રમતા છ જુગારીઓ પકડાયા એક ફરાર

તારીખ ૧૪/૦૬/૨૦૨૪
સાજીદ વાઘેલા કાલોલ
પંચમહાલના વેજલપુર પોલીસ મથક હદ વિસ્તારમાં જુગાર રમી રમાડતા કાલોલ તાલુકાના બેઢીયા નજીકના ધુળાખાતુની મુવાડી ગામની સીમમાં આવેલ ખેતરમાં સ્થાનિક પોલીસની છાપા મારીમાં કુલ છ જુગારીઓ રંગેહાથ ઝડપાઇ ગયા હતા જ્યાં એક જુગારી ભાગી જવામાં સફળ રહ્યો હતો
પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ વેજલપુર પોલીસે ચોક્કસ બાતમીના આધારે કાલોલ તાલુકાના બેઢીયા નજીકના ધુળાખાતુની મુવાડી ગામની સીમમાં હારજીતનો જુગાર રમતા ખેલીઓને દાવ પર લાગેલી અને અંગ ઝડતિમાંથી મળેલ રકમ રૂ ૧૫,૪૮૦ અને મોબાઈલ નં.૪ જેની કિંમત રૂ.૨૩,૨૦૦ અને એક મોટરસાયકલ જેની કિંમત ૩૦,૦૦૦ સાથે કુલ મળી રૂ.૬૮,૬૮૦ના મુદ્દામાલ સાથે ઝડપાયેલા છ સહિત સાત જુગારીઓ સામે જુગારધારની અલગ અલગ કલમો હેઠળ ગુનો નોંધી છ જુગારીઓની ધરપકડ કરી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી જ્યારે ભાગી ગયેલા એક ઇસમને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.










