KARJANVADODARA

હલદરવા ગામ નજીક બે કન્ટેનર વચ્ચે અકસ્માત, ચાલક અને કલીનરને ગંભીર ઇજા

રાષ્ટ્રીય ધોરી માર્ગ નં. ૪૮ પર ભરૂચના પાલેજ નજીક આવેલા કરજણ તાલુકાના હલદરવા ગામ નજીક બે કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતને પગલે દોડધામ મચી જવા પામી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર શનિવારે વહેલી સવારે ત્રણ વાગ્યાના અરસામાં પાલેજ નજીક આવેલા હલદરવા ગામ પાસે બે હેવી લોડેડ કન્ટેનરો વચ્ચે ભયાનક અકસ્માત થતાં પાછળના ટ્રકમાં ડ્રાઈવર તેમજ કંડકટર ફસાઇ જવા પામ્યા હતા. ઘટનાની જાણ કરજણ ફાયર વિભાગને થતાં ફાયર કર્મીઓ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી જઇ કરજણ ફાયર વિભાગની ટીમ તેમજ પોલીસ અને હાઇવે ઓથોરિટી ના માણસોની મદદથી ડ્રાઈવર તેમજ કંડકટરને સહીસલામત બહાર કાઢી ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે પોલીસની હાજરીમાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. સર્જાયેલા અકસ્માતમાં બન્ને કન્ટેનરને મોટા પ્રમાણમાં નુક્સાન થવા પામ્યું હતું

રિપોર્ટર. નરેશ પરમાર

[wptube id="1252022"]
Back to top button