
રિપોર્ટર. કાદીર દાઢી.હાલોલ
તા.૨૨.૯.૨૦૨૩
સુપ્રસિદ્ધ યાત્રાધામ તેમજ શક્તિપીઠ પાવાગઢ નાં માંચી ખાતે વહીવટી તંત્ર દ્વારા કાચા સહિત પાકા દબાણો દૂર કરાતા ભોગ બનનાર ઇસમો દ્વારા આજે પાવાગઢ ખાતે હાથમાં પ્લે કાર્ડ સાથે સૂત્રોચાર કરી વિરોધ પ્રદશન કરવામાં આવ્યો હતો.યાત્રાધામ પાવાગઢ નાં માંચી ખાતે વર્ષો જૂના ગેસ્ટ હાઉસો તેમજ જમવા માટેની હોટલો ચલાવતા લોકોને વહીવટી તંત્ર દ્વારા ગેર કાયદેસર દબાણ હોવાનું જનાવી દબાણો દૂર કરવા અંગેની નોટીસ ફટકાર્યા બાદ એક સપ્તાહ પહેલા એટલે કે ૧૫મી સપ્ટેમ્બર નાં રોજથી વહીવટી તંત્ર દ્વારા પાકા દબાણો દૂર કરવા ની કામગીરી વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવી હતી.જેને લઇ નાખુશ થયેલા વર્ષો જૂના ગેસ્ટ હાઉસ તેમજ હોટલો નાં સંચાલકો તેમજ નાની મોટી દૂકાનો ચલાવતા પાવાગઢ નાં લોકોએ આજે પાવાગઢ માંચી ખાતે એક વૃક્ષ નીચે ઊભા રહી હાથમાં પ્લે કાર્ડ લઇ વહીવટી તંત્ર સામે વિરોધ વ્યક્ત કર્યો હતો.અને લોકશાહી દેશ માં સર મુખ્ત્યાર સાહી હોવાનું એહસાસ થયો હોય તેમ જણાવી ભોગ બનનાર લોકોએ વહિવટી તંત્ર સામે ફિટકાર વરસાવ્યો હતો.










