GUJARATHALOLPANCHMAHAL

પેટલાદ શહેરમાં સૈયદ ગ્યાસુદ્દીન બાબા કાદરીના ૭૦ માં ઉર્ષની ઉજવણી હર્ષઉલ્લાસ સાથે કરાઈ,નગરમાં નીકળ્યું ભવ્ય જુલુસ 

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ

તા.૨૦.૫.૨૦૨૪

પેટલાદ શહેરમાં તા.૧૯.૫.૨૦૨૪ રવીવાર ના રોજ સૈયદ ગ્યાસુદ્દીન બાબા કાદરી ના ૭૦ માં ઉર્ષ ની ઉજવણી હર્ષ ઉલ્લાસ પૂર્વક કરવામા આવી હતી.આ પ્રસંગે વડોદરાના ખાનકાહે એહલે સુન્નતના ગાદીપતિ સૈયદ મોઇનુંદ્દીન બાબા કાદરી સાહેબની ઉપસ્થીતીમા પેટલાદ શહેરમાં સંદલ શરીફનું ભવ્ય જુલુસ સાંજે ૬ વાગે કાઝીવાડા બરકાતી ચોકથી નીકળ્યું હતું.જે શહેરના છાલકીવાડા મોહરમ ચકલા ખારાકુવા,ચબૂતરીબજાર ઝડાં બજાર,ખલીફા ચોક,પઠાણ વાડા સંજરી ચોક,શેખ વાડા કાલકાગેટ સોહગ સિનેમા ભઠ્ઠીવાડા થઈને સૈયદ ફતેહઅલી પીર બાબાની દરગાહ પાસે સૈયદ ગ્યાસુદ્દીન બાબા કાદરીના મઝાર પર સંદલ પોહચ્યું હતું ત્યાં સલાતો સલામ અને સંદલ પેશ કરવામાં આવ્યું હતું.જ્યારે રાત્રે ઈશાની નમાઝ બાદ પેટલાદમાં આવેલ રઝાચોકમાં ભવ્ય રાતીબે રિફાઈનો જલાલી જલસો યોજાયો હતો જેમા અવનવા કરતબો કરી ને સર્વ ને મંત્રમુગ્ધ કર્યા હતા.આ પ્રસંગે સૈયદ અમીરુદીન બાબા કાદરી ,સૈયદ કબીરુદ્દીન બાબા કાદરી,સૈયદ જિયાઉદ્દિંન બાબા કાદરી તેમજ પેટલાદ શહેરના સૈયદ તસાબાપુ ઉપસ્થિત રહ્યા હતા.આ પ્રસંગે ઉર્ષ માં વડોદરા,પેટલાદ,હાલોલ, કાલોલ,એરાલ,રાજગઢ, આસોજ સહિત ગુજરાતના વિવિધ શહેરો માથી મોટી સંખ્યામા શ્રધ્ધાળુઓ ઉમટયા હતા અને ઉર્ષ નો લાભ લઇ ને ધન્યતા અનુભવી હતી.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button