VADODARAVADODARA CITY / TALUKO

એક સગીર કન્યાએ ઘર છોડવાનું લીધેલું અવિચારી પગલું તેને ભારે પડ્યું

વડોદરા, તા. 08 સપ્ટેમ્બર 2023 શુક્રવાર

વડોદરાની એક સગીર કન્યાએ ઘર છોડવાનું લીધેલું અવિચારી પગલું તેને ભારે પડ્યું છે. ભરૂચ રેલવે સ્ટેશને મદદ કરવાના નામે એક યુવકે તેને ફસાવી બળાત્કાર ગુજારતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

જવાહર નગર વિસ્તારમાં એક બોયફ્રેન્ડ સાથે સગીરાને જોઈ જનાર મનોજ નામના પરિચિતે સગીરાને બ્લેકમેલ કરવા માંડી હતી. મનોજ તેની પાસે બોયફ્રેન્ડ સાથેનો ફોટો હોવાનું કહી શારીરિક સંબંધની માંગણી કરતા સગીર કન્યા ગભરાઈ ગઈ હતી અને ગઈતા 26 મી એ સાંજે ઘર છોડી દીધું હતું.સગીર કન્યા એકાએક લાપતા થતાં પરિવારજનો ગભરાઈ ગયા હતા અને પોલીસની મદદ લીધી હતી.

દરમિયાનમાં ભરૂચ રેલવે સ્ટેશન પર સગીરા રડતી બેઠી હોવાથી વિક્કી કેસરી નામના યુવકે સગીરાને મદદ કરવા તૈયારી બતાવી હતી. જોકે આ યુવક એકલો રહેતો હોવાથી તેણે સગીરાને પોતાને ઘેર લઈ જવાનું યોગ્ય લાગ્યું ન હતું.    વિકીએ પરિવાર સાથે રહેતા તેના મિત્ર મોહસીન શેખ ને આ બાબતે જાણ કરતા મિત્રએ મદદ કરવાની તૈયારી બતાવી હતી. પરંતુ ત્યારબાદ તે સગીરાને બાઈક પર બેસાડી અંકલેશ્વરના બાદશાહ નગર ખાતેના મકાનમાં લઈ ગયો હતો અને ત્યાં બળાત્કાર ગુજાર્યો હતો.

વડોદરા પોલીસને આવ બાબતે જાણ થતા ભરૂચ સખીવન સ્ટોપ સેન્ટરમાં રખાયેલી પીડીતાનો કબજો લઈ તેના પર બળાત્કાર ગુજારનાર મોહસીન અબ્દુલ નઈમ શેખ તેમજ કન્યાને બ્લેકમેલ કરનાર મનોજ શ્રીટીંકુ કોરી (ઉમિયા નગર સોસાયટી, બાજવા) સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button