
તા.૨૨/૩/૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
અમુ સિંગલ જેતપુર
Rajkot, Upleta: લોકશાહીના અનેરા પર્વમાં દેશના નાગરિકો મતદાનમાં પોતાની ભાગીદારી નોંધાવે તે માટે “મતદાન જાગૃતિ” અભિયાનનું આયોજન કરવામાં આવે છે.

જેમાં રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાની મહિલાઓ મતદાનમાં પોતાનો ફાળો નોંધાવે તે માટે બુથ લેવલ ઓફિસર (બી.એલ.ઓ.) દ્વારા ઘરે ઘરે જઈને મહિલાઓ અને તેમના પરિવારજનોને મતદાનના મહત્વ અંગે સમજાવ્યું હતું. તેમજ મહિલા મતદારોને સીસ્ટમેટીકલ વોટર્સ એડ્યુકેશન ઇલેક્ટ્રોરલ પાર્ટીશીપેશન પ્રોગ્રામ (SVEEP) અંગે વિસ્તૃત માહિતી આપી હતી. અને ઉપલેટા તાલુકાના ગામોમાં જાહેર જગ્યાઓ પર “સ્વીપ”ના બેનર્સ લગાવવામાં આવ્યા હતા.

[wptube id="1252022"]








