MORBIMORBI CITY / TALUKO

લાયન્સ કલબ મોરબી સિટી દ્વારા વાવાઝોડામાં અસરગ્રસ્ત લોકો માટે ફૂડ પેકેટની વ્યવસ્થા કરાઈ

લાયન્સ કલબ મોરબી સિટી દ્વારા વાવાઝોડામાં અસરગ્રસ્ત લોકો માટે ફૂડ પેકેટની વ્યવસ્થા કરાઈ

કુદરતી આપત્તિ હોય કે આમ સમાજમાં જરૂરિયાત વાળા પરિવારની જરૂરિયાત પુરીકરવા ની વાત હોય ત્યારે લાયન્સ ક્લબ અને લાયન્સ મેમ્બરો વર્ષોથી સેવાકીય કાર્યો માટે હરહંમેશ તૈયાર રહેતા હોય છે ત્યારે હાલના સમયમાં બિપરજોય વાવાજોડાની આ કપરી પરિસ્થિતિમાં અસરગ્રસ્ત લોકોની જમવાની વ્યવસ્થા અને ફૂડપેકેટ તૈયાર કરી સૌરાષ્ટ્ર અને કચ્છની દરેક કલબ નાં મેમ્બર દ્વારા પોતપોતાના નજીકના વિસ્તરોમાં ફૂડપેકેટ લોકોને પહોંચાડવાની વ્યવસ્થા કરવામાં આવી રહીછે. ત્યારે લાયન્સ ક્લબ ઓફ મોરબી સિટી દ્વારા પણ ફૂડપેકેટ તૈયાર કરીને લોકો સુધી પહોંચાડવાની વ્યવસ્થા કરવામાં આવી છે. આ ફૂડપેકેટ વિતરણ વ્યવથા માં લાયન્સ કલબ ઓફ મોરબી સિટી ની સમગ્ર ટીમનો સાથ સહકાર અને સમાજમાંથી દાતાઓનો પૂરતો સહયોગ મળી રહેલ છે તેવું લાયન્સ ઇન્ટરનેશલ નાં સૌરાષ્ટ્ર કરછ નાં પ્રથમ વાઈસ ડિસ્ટ્રિક્ટ ગવર્નર લાયન રમેશ રૂપાલા એ જણાવેલ છે.સાથે લાયન્સ કલબ ઓફ મોરબી સીટી ના પ્રેસિડેન્ટ જગદીશ કાવર,સેક્રેટરી કેશુભાઈ દેત્રોજા, ખજાનચી ટી.સી.
ફુલતરીયા અને દરેક સભ્યોનાં પ્રેમભાવ સાથે વિનંતી છેકે આ અતિવૃષ્ટિમાં વિસ્થાપિત લોકોને કોઇપણ જીવન જરૂરી વસ્તુની જરૂર જણાય તો સંસ્થાનો કોન્ટેક્ટ કરવા વિનંતી કરેલ છે.

[wptube id="1252022"]
Back to top button