GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

પાન્ડુ દરગાહની જીયારત કરી બાઇક લઇને પરત ફરી રહેલા બે મિત્રો ને ખંડોલી ગામ નજીક છકડા રિક્ષા ચાલકે ટક્કર મારતાં બે પૈકી એકનું મોત

તારીખ ૨૯/૦૫/૨૦૨૪

સાજીદ વાઘેલા કાલોલ 

કાલોલ-પાન્ડુ રોડ પર તાલુકાના ખંડોલી ગામ નજીક આવેલ મુખ્ય રોડ પર ગતરોજ સોમવારે મોડી રાત્રે સાડા નવ વાગ્યાના સુમારે બાઇક અને એક છકડો રિક્ષા વચ્ચે ગમખ્વાર અકસ્માતની ઘટના બનવા પામી હતી જે ઘટનામાં પાન્ડુ દરગાહ ખાતે દર્શનાર્થે ગયેલ બે મિત્રો પૈકી બાઇક પાછળ બેઠેલા એક મિત્રનું સારવાર દરમિયાન કરુણ મોત નીપજયું હતું જ્યારે બાઇક ચલાવનાર મિત્રને શરીરના ભાગે ઓછીવત્તી ઇજાઓ પહોંચતા સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો હતો પ્રાપ્ત માહિતી અનુસાર કાલોલ નજીક પાન્ડુ ગામ ખાતે ઉર્સ નિમિત્તે દરગાહમાં હાજરી આપવા ફઈમ મહંમદ મુબીન પઠાણ તેના મિત્ર સાહેદ અલી આલમ સાથે તેની હીરો કંપની પેશન પ્રો નંબર જીજે-૦૬-એચએન-૨૫૧૮ ની બાઇક પાછળ સવાર થઇ બન્ને મિત્રો કાલોલથી નિકળેલા અને રાત્રીના સમયે પાન્ડુ દરગાહ ની જીયારત કરી બન્ને મિત્રો કાલોલ પરત ફરી રહ્યા હતા ત્યારે રાત્રીના સાડા નવ વાગ્યાના અરસામાં કાલોલ તાલુકાના ખંડોલી ગામ પાસે સામેથી પુરપાટ ઝડપે આવતી છકડો રીક્ષા નં. જીજે-૦૭-એટી-૦૭૦૪ એ પુરપાટ ઝડપે હંકારી ફરિયાદ ની બાઇક ને ટક્કર મારતાં બાઇક પર સવાર બન્ને મિત્રો પટકાયા હતા જેમાં બાઇક પાછળ બેઠેલા ફઈમને મોઢા અને ડાબા પગમાં ગંભીર ઈજાઓ થવાથી સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું જ્યારે બાઇક ચલાવનાર અલી આલમ ને શરીરે ઓછીવત્તી ઇજાઓ પહોંચતા સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો જે અંગેની ફરિયાદ કાલોલ પોલીસ સ્ટેશનમાં નોંધાવતા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

[wptube id="1252022"]
Back to top button